• આઠ હજાર લિટરની કેપેસિટીવાળી 8 ઓક્સિજન ટેન્ક તેમજ 224 રૂમમાં દર્દીઓનું સીસીટીવીથી મોનિટરીંગ.

Watch Gujarat. કોરોનાની બીજી લહેર આકરી બની રહી છે, સબ સલામતનો દેખાડો કરતી સરકાર અને સરકારી તંત્ર હવે તાબડતોબ ‘કૂવા ખોદી’ રહ્યાં છે. રાજકોટની સમરસ હોસ્ટેલને તાબડતોબ 1000 બેડની હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, હોસ્પિટલ સિવાયના કેમ્પસમાં આટલી મોટી સુવિધા આટલાં ઓછા સમયમાં ઉપલબ્ધ કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની પુષ્કળ માંગ અને બેડની અછતની સ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટર રેમ્યા મોહનના પ્રયાસોથી સમરસ હોસ્ટેલને તાત્કાલિક હોસ્પિટલમાં ફેરવી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને પગલે ઓક્સિજનની સુવિધાવાળી 1000 બેડની ડેડીકેટેડ હેલ્થ કોવિડ કેર સેન્ટર તૈયાર કરી દેવાયું હતું. આજે હોસ્પિટલના તમામ બેડ ભરાઈ ચૂક્યા છે.

ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજનની 8 હજાર લિટરની ક્ષમતા ધરાવતી 8 ટેન્ક છે. અને તબક્કાવાર ઓક્સિજનની સુવિધા વધારવાની કામગીરી ચાલી રહી છે. સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ ઘટ્યું છે.

કોવિડ કેર સેન્ટર પર છ તબીબો, 150 પેરા મેડિકલ સ્ટાફ, ઓક્સિજન ઓપરેટર્સ, 200 જેટલાં હાઉસ કીપીંગ સ્ટાફ અને એટેન્ડન્ટ સ્ટાફ દર્દીઓની સેવા કરી રહ્યાં છે. દર્દીઓને નાસ્તો અને ભોજન વિનામૂલ્યે પુરું પાડવામાં આવે છે. સિનિયર સિટીઝન દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે.

ઉપરાંત 7 માળનાં કોવિડ કેર સેન્ટરના 224 રૂમોમાં દર્દીઓનાં મોનિટરીંગ માટે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. તેમજ દર્દીઓ ભજન – કિર્તન સાંભળી શકે તે માટે મ્યુઝિક સિસ્ટમની વ્યવસ્થા કરાઈ છે.

સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ થતાં દર્દીને કાળજી રાખવાની માહિતીનું પેમ્ફલેટ, બ્રશ, ટુથપેસ્ટ, સાબુ, નેપકિન વગેરેની વેલકમ કીટ અપાય છે. સેન્ટરના દર્દીઓને સ્વજનોને માહિતી આપવા માટે પેશન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઉભી કરાઈ છે જેમાં 7 જેટલાં શિક્ષકો દ્વારા સગાંઓને માહિતી પુરી પાડવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud