• સામાન્ય રીતે શિક્ષણનું ધામ ગણાતી વિશ્વવિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ અને કાગળ જેવી વસ્તુઓ જોવા મળતી હોય
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ કાર્યાલયની સામેનાં મેદાનમાંથી દારૂની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત થયા
  • યુનિવર્સિટીનું પોલીસ મથક પણ તદ્દન નજીક હોવા છતાં અહીં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહેતા અનેક સવાલો ઉઠ્યા

WatchGujarat. સૌરાષ્ટ્રભરનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનું હબ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં કુલપતિ કાર્યાલય સામેના મેદાનમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલ મળી આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને શિક્ષણનાં આ ધામમાં રાત્રે મહેફિલ જામતી હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે હવે યુનિવર્સિટીના સત્તાધીશો આ પ્રકરણમાં કોઈપણ તપાસ કરશે કે કેમ તેનાં ઉપર લોકોની મીટ મંડાયેલી છે.

સામાન્ય રીતે શિક્ષણનું ધામ ગણાતી વિશ્વવિદ્યાપીઠમાં કચરામાં પણ પેન, પેન્સિલ અને કાગળ જેવી વસ્તુઓ જોવા મળતી હોય છે. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કુલપતિ કાર્યાલયની સામેનાં મેદાનમાંથી દારૂની ખાલી બોટલ મળતા અનેક સવાલો ઉપસ્થિત થાય છે. યુનિ. કેમ્પસમાં 50થી વધુ સિક્યુરિટી ગાર્ડ રાઉન્ડ ધી કલોક તૈનાત હોય છે. એટલું જ નહીં યુનિવર્સિટીનું પોલીસ મથક પણ તદ્દન નજીક હોવા છતાં અહીં આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલુ રહેતા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છાત્રોનાં વાલીઓમાં પણ અનેક ચર્ચા ચાલી રહી છે.

નોંધનીય છે કે, યુનિવર્સિટી કેમ્પસ એટલું વિશાળ છે કે અહીં કોઈ વ્યક્તિ બહારથી ખાલી બોટલો ફેંકવા આવે તેવી શક્યતા નહીવત છે. અને રહેણાક વિસ્તારો પણ અહીંથી દૂર છે, ઉપરાંત દરરોજ સાંજે વોકિંગ કરવા આવતા લોકોને પણ કોરોનાને કારણે લાંબા સમયથી મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે સ્ટાફના જ કોઈ વ્યક્તિઓ દ્વારા આવી મહેફિલો ચાલતી હોવાની શંકા વધુ દ્રઢ બની છે. જો કે શિક્ષણનાં ધામમાં શરાબની મહેફિલો કરનાર કોણ છે તે તો પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud