• રાજકોટના જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા ધો.5ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ થતા તંત્ર દોડતું થયું
  • મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવ્યા
  • 500થી વધુ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવતાં ચોંકી ઉઠેલા મામલતદારે ગંભીર બેદરકારી દાખવવા બદલ ક્લાસ સંચાલક જયસુખ સંખારવા સામે ગુનો નોંધાવ્યો

 

WatchGujarat. આંશિક લોકડાઉન સહિતનાં અનેક નિયંત્રણ બાદ મહામહેનતે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. ત્યારે જસદણની આલ્ફા હોસ્ટેલની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં તાજેતરમાં વરસેલો કોરોનાનો કહેર ભૂલી 500થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવતા સંચાલક સહિત બાળકોને મોકલનાર વાલીઓ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અંગેની જાણ થતાં મામલતદારે પોલીસને સાથે રાખી દરોડો પાડયો હતો. જેમાં હોસ્ટેલના સંચાલક જયસુખ સંખારવાને રંગેહાથ ઝડપાતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

https://youtu.be/0VPmd5ip-Ls

જાણવા મળતી વિગત મુજબ જસદણના ચિતલિયા રોડ પરની ખાનગી હોસ્ટેલના બિલ્ડિંગમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ મેળવવા માગતા ધો.5ના વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવતું હોવાની જાણ જસદણ પ્રાંત અધિકારી પ્રિયાંગ ગલચરને થઈ હતી. આથી મામલતદાર પી.ડી. વાંદા અને તેમની ટીમને તરત સ્થળ પર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં 500થી વધુ વિદ્યાર્થીઓ હોવાનું સામે આવતાં ચોંકી ઉઠેલા મામલતદારે ગંભીર બેદરકારી દાખવવા બદલ ક્લાસ સંચાલક જયસુખ સંખારવા સામે ગુનો નોંધાવ્યો હતો.

બાદમાં તમામ વિદ્યાર્થીઓને આ કોચિંગ ક્લાસમાંથી છોદાવી મામલતદારની દેખરેખમાં દરેકનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. અને વાલીઓને જાણ કરી દેવામાં આવી છે કે, તેઓ પોતાનાં સંતાનોને 24થી 25 મે દરમિયાન સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધીમાં પરત લઇ જાય. મામલતદારે 24 કલાકમાં જ તમામ બાળકોને તેનાં માતા-પિતા પાસે પહોંચાડવાની ખાતરી આપી છે.  જેને લઈને લોકો તેમની કામગીરીની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી હોવાથી સરકાર દ્વારા ટ્યૂશન ક્લાસ અને સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. છતાં પણ જસદણની આલ્ફા હોસ્ટેલમાં સરેઆમ કોચિંગ ક્લાસ ચાલુ હતા. આ ક્લાસમાં જવાહર નવોદય અને બાલાચડીમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને શિક્ષણ અપાઈ રહ્યું હતું. એટલું જ નહીં રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાનાં બાળકો હોસ્ટેલમાં હતાં. ત્યારે આ કોરોના મહામારીમાં સંતાનોના જીવને જોખમમાં મૂકી કોચિંગ ક્લાસમાં મોકલનાર વાલીઓ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud