• કીર્તિદાન ગઢવીએ માસ્ક ન પહેર્યું હોવાથી પોલીસે તેમને દંડ ફટકાર્યોની વાતો વહેતી થઇ હતી.
  • કોરોનાની મહામારીમાં જાહેર સ્થળે માસ્ક પહેરવુ ફરજીયાત છે

રાજકોટ. શહેરમાં વધી રહેલી કોરોનાના સંક્રમણને લઇ તંત્ર ચિંતામાં છે ત્યારે આ વાયરસને વધુ ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા એડીચોટીનુ જોર લગાડવામાં આવ્યું રહ્યું છે. પરંતુ કોરોનાનો વ્યાપલ ધટાડવામાં તંત્રને પુરતી સફળતા મળી નથી, ત્યારે કોરોના અંગેની ગાઇડલાઇનનુ ચુસ્ત અમલ થાય તે અંગે તંત્ર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહીં છે. તથા જાહેરે સ્થળ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યું છે. ત્યારે ગત રોજ લોકગાયક કીર્તિદાન ગઢવી જાહેરમાં માસ્ક વિના ફરતા દેખાતા પોલીસે તેમની પાસેથી દંડ વસુલ્યો હોવાની વાતો વાયુવેગની જેમ પ્રેસરી હતી.

શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને પગલે મનપા તંત્ર ઉપરાંત પોલીસ દ્વારા પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. તેમજ શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસેથી દંડ પણ વસુલવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ રિંગરોડ પર માસ્ક વિના બેઠેલા લોકગાયક કીર્તિદાન ગઢવી પાસેથી પોલીસે દંડ વસુલ કર્યો હોવાની અફવા સોશિયલ મીડિયામાં ચાલી હતી. જો કે કીર્તિદાને આ બાબતનો સાફ ઇન્કાર કર્યો છે.

વોચ ગુજરાત સાથેની વાતચીતમાં કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું મારા પત્ની સાથે ત્યાં બેઠો હતો. અને અમે સામે ટી-પોસ્ટમાંથી મંગાવેલી ચા પી રહ્યા હતા. બરાબર એ સમયે પોલીસની ગાડી ત્યાં આવી પહોંચી હતી. અને મને માસ્ક નીચે હોવાનું કારણ પૂછ્યું હતું. જેને પગલે મેં ચા બતાવી અને તે પીતો હોવાના કારણે માસ્ક નીચે કર્યું હોવાનું જણાવતા પોલીસ ચાલી ગઈ હતી. પરંતુ આસપાસનાં લોકોએ પોલીસ સાથેની ચર્ચાને જોઈને દંડ વસુલાયાની વાત ફેલાવી હોય તેવું બની શકે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud