સમસ્ત સોની સમાજના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું
લોકોને વેક્સીન લેવા પ્રોત્સાહન આપવા માટે વિવિધ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે
રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટતા હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ ભરાવા લાગી છે
WatchGujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેને રોકવા માટે વેકસીનેશનમાં વધારો થવો એ ખાસ જરૂરી છે. ત્યારે વધુમાં વધુ લોકો રસીકરણ માટે આગળ આવે તેનાં માટે શહેરનાં સોની સમાજ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં વેકસીન મુકાવનાર મહિલાઓને સોનાની ચૂંક તેમજ પુરૂષોને બ્લેન્ડરની ભેંટ આપવામાં આવી છે. માત્ર બે દિવસમાં 1300થી વધુ લોકોએ આ ઓફરનો લાભ લઈને રસીકરણ કરાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ સમસ્ત સોની સમાજના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. 2 એપ્રિલ શુક્રવાર અને તા.3 એપ્રિલનાં શનિવારે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું. કોઠારીયા નાકા કિશોરસિંહજી પ્રા.શાળા ખાતે સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી યોજાયેલા આ કેમ્પમાં શુક્રવારે 751 લોકોએ તેમજ શનિવારે 580 લોકોએ વેક્સિન લીધાનું નોંધાયું છે. બે દિવસના આ કેમ્પમાં રાજકીય આગેવાનો, જુદી જુદી સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સોની સમાજના આગેવાનોનાં જણાવ્યા અનુસાર, રાજયમાં કોરોનાનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જાય છે. અને ગુજરાત સરકાર કોરોના સામે સુરક્ષિત થવા વેકસીનેશન ઝુંબેશને ગતિ આપી રહી છે. ત્યારે સૌથી વધુ લોકો રસીકરણ કરાવે તે માટે વેકસીન મુકાવનારને સોનાની ચૂંક અને બ્લેન્ડર આપવામાં આવ્યા હતા. આ પ્રકારની અન્ય ઓફરો પણ આવનારા સમયમાં મુકવા માટેના પ્રયાસો હાલ ચાલી રહ્યા હોવાનું પણ તેઓ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટતા હોસ્પિટલોમાં બેડની સંખ્યા પણ ભરાવા લાગી છે. તો 590 બેડની ક્ષમતા ધરાવતી સિવિલમાં હાલ 318 દર્દી દાખલ છે. કુલ 1779 બેડમાંથી 955 ભરેલા છે એટલે કે સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત 50 ટકાથી પણ વધુ બેડ દર્દીઓથી ભરાયેલા છે. ખાનગી હોસ્પિટલમાં કુલ 733 બેડ છે તેમાંથી હવે 213 જ ખાલી રહ્યા છે. આ ધ્યાને આવતા સમરસ હોસ્ટેલમાં ફરીથી હોસ્પિટલ શરૂ કરીને ઓક્સિજનના 110 બેડ મુકાયા છે. ત્યારે આ પ્રકારની ઓફરથી રસીકરણમાં વધારો થતાં કોરોનાની લડાઈમાં મોટી મદદ મળશે તે નિશ્ચિત છે.