• ટ્રાવેલ્સ એન્ડ હોલીડેઝ નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા અમિષ દફ્તરી છેલ્લા 30 વર્ષથી ટુરિઝમનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા
  • કોરોનાને કારણે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ટુરિઝમનો વ્યવસાય ઠપ્પ થયો
  • કપરી પરિસ્થિતીનો સામનો કરવા પરિવારની મદદથી શરૂ કર્યો વેપાર

WatchGujarat. કોરોનાનાં કારણે છેલ્લા બે વર્ષથી કેટલાક વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જેમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા લોકોની સ્થિતિ ખૂબ કફોડી બની ગઈ છે. ત્યારે શહેરમાં રહેતા જૈન પરિવારનાં એક યુવકે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કરોડોનું ટર્નઓવર ઠપ્પ થતા કેરીનો વેપાર કરવાનું શરૂ કર્યું છે. જેમાં પરિવાર પણ મદદરૂપ બની રહ્યો છે. જો કે કેરીની સિઝનને પણ હવે ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારબાદ આ યુવકે ફરી પોતાનો ધંધો બદલવો પડશે તે નિશ્ચિત છે.

શહેરમાં પ્રભાવ ટ્રાવેલ્સ એન્ડ હોલીડેઝ નામથી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરતા અમિષ દફ્તરીએ જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 30 વર્ષથી ટુરિઝમનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. કોરોનાને કારણે છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ટુરિઝમનો વ્યવસાય ઠપ્પ છે. જેને પગલે તેમણે હાલ કેરીની સિઝન હોવાથી તેનો વેપાર શરૂ કરી દીધો છે. જેમાં રત્નાગીરી હાફૂસ તેમજ તાલાલા અને કચ્છની કેસર કેરી ઘરે-ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું છે.

પરિસ્થિતિનો સામનો કરી આવક મેળવવા કંઇક કરવું જરૂરી હતું. જેને લઈને જૈન વાણીયાને અમુક વસ્તુનો વેપાર કરવાની મનાઈ હોવા છતાં તેમણે કેરીનો વેપાર શરૂ કર્યો છે. કારણ કે, મજબૂરી છે, આત્મનિર્ભર રહી સ્વાભિમાન સાથે જીવવા માટે ન છૂટકે આ વ્યવસાય સ્વીકાર્યો છે. અને આ કામમાં મારી પત્ની તેમજ દીકરી સહિતનાં પરિવારજનો પણ મદદરૂપ થાય છે. ટુરિઝમ અને કેરીનાં વેપારમાં હાથીઘોડાનો ફરક છે. કારણ કે, ટુરિઝમ માટે ખાસ કોઈ રોકાણની જરૂર પડતી નથી. માત્ર અનુભવ-આવડત અને સંબંધોનાં આધારે કામ કરી શકાય છે. જ્યારે કેરીના વેપાર માટે રોકાણ તો કરવું જ પડે છે અને તેમાં પણ ભાવ ગગડી જવા ઉપરાંત ફળ બગડી જવા જેવી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જો કે મહેનત અને ગ્રુપનાં કારણે હાલ ગુજરાન ચાલી રહ્યું છે.

લોકડાઉન અને કોરોનાને કારણે લોકો ઘરની બહાર પણ જતા નથી, તો બહારગામ તો ક્યાંથી જાય ?એ કારણે ટુરિઝમ માટે રાખેલી બસો પડતર રહેતા ટેક્ષ સહિતનાં ખર્ચાઓ વધી ગયા હતા. જેને પગલે તેને ભંગારમાં કાઢી નાખવાની ફરજ પડી હતી. જેમાં 40 કરતા વધારે બસ અને નાની ગાડીઓ સામેલ હતી. કોરોનાને કારણે અમારી જ નહીં પરંતુ આ વ્યવસાય સાથે સંકળાયેલા બધા લોકોની સ્થિતિ આવી જ થઈ છે. ત્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકારે આ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ પણ તેમણે કરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud