• રાજ્ય સરકાર કોરોના મહામારી અને તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી સામે પડકાર ઝીલી કામ કરી રહી છે
  • આપણે સૌએ સાથે મળી એકબીજાનો સહયોગ કરી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જરૂરી – રીવાબા જાડેજા
  • આપની આસપાસનાં જરૂરિયાતમંદ પરિવારને આપ પણ શક્ય તેટલી મદદ કરશો તો તે એમના માટે ખૂબ જ કિંમતી સાબિત થશે

WatchGujarat. કોરોના કાળ દરમિયાન જ ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ભારે નુકસાની થઈ છે. તેમજ કોરોનાનાં બીજા વેવમાં પણ અનેક લોકોએ જીવ તો કેટલાકે નોકરી-ધંધા ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં દરરોજનું કરતા લોકોની સ્થિતિ ભારે કફોડી બની ગઈ છે. જેને લઈને રાજ્ય સરકાર ઉપરાંત અનેક સક્ષમ લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની તેમજ ભાજપનાં નેતા રિવાબાએ પણ 600 જેટલી રાશનની કીટનું વિતરણ કર્યું છે. સાથે જ સોશિયલ મીડિયાનાં માધ્યમથી વધુમાં વધુ લોકોને અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવવાની અપીલ પણ કરી છે.

રિવાબાનાં જણાવ્યા મુજબ, હાલ આપણે કોરોનાની મહામારી તેમજ વાવાઝોડાની કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌએ સાથે મળી એકબીજાનો સહયોગ કરી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો જરૂરી બન્યો છે. કારણ કે, ઘણા એવા પરિવારો છે જે દરરોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. લોકડાઉનનાં કારણે આવા લોકોની પરિસ્થિતિ હાલ દયનીય બની ગઈ છે. ત્યારે આપણા તરફથી મળતો નાનામાં નાનો સહયોગ પણ આવા લોકો માટે ખૂબ મહત્વનો સાબિત થશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, હું 600 આવા પરિવારોને એક મહિના સુધી ચાલે તેટલી રાશનની કીટનું વિતરણ કરાવું છું. અને આ પરિવારોને મારા તરફથી બને તેટલી મદદ કરવાનો પ્રયાસ કરી રહી છું. તો પ્લીઝ આપનો સહયોગ આમાં ખૂબ જરૂરી છે. આપની આસપાસનાં જરૂરિયાતમંદ પરિવારને આપ પણ શક્ય તેટલી મદદ કરશો તો તે એમના માટે ખૂબ જ કિંમતી સાબિત થશે. ત્યારે મારા માધ્યમથી અપીલ કરું છું કે, તમારી નાની મદદ તેમજ સહયોગ કોઈ પરિવારનાં ઘરમાં ઉજાસ પાથરી શકે છે. ત્યારે પ્લીઝ યથાશક્તિ મદદ આપીને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળીને ઉપર ઉઠવાનો પ્રયત્ન કરીએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud