• રોજે રોજ પેટ્રોલ ડીઝલનામાં ભાવમાં વધારો ખાસ કરીને મધ્યમવર્ગના લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યો છે.
  • રાજકોટની વિવિપી એન્જિનિયર કોલેજમાં મિકેનિકલના 7માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા  3 વિદ્યાર્થીઓએ પ્રોફેસરની મદદથી હાઈબ્રીડ ટું વ્હીલર Hy-1 મોટરસાયકલની રચના કરી
  • રાજકોટના વિદ્યાર્થીઓએ આ અનોખા બાઈકનું સર્જન કરી દેશ વિદેશમાં ફરી રાજકોટનું નામ રોશન કર્યું

WatchGujarat. દેશમાં મોંઘવારીનો માર દરરોજ સામાન્ય અને મધ્યમ વર્ગ સહન કરી રહ્યો છે.એવામાં દિવસેને દિવસે સત્તત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટના વિદ્યાર્થીઓએ અનોખી શોધ કરી છે. રાજકોટની વી.વી.પી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પેટ્રોલ અને ઇલેક્ટ્રિસીટીથી ચાલતું મોટરસાઇકલ બનાવ્યું છે. જે આગામી દિવસોમાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ જ ઉપયોગી બની શકે છે. ત્યારે રાજકોટના વિદ્યાર્થીઓએ આ અનોખા બાઈકનું સર્જન કરી દેશ વિદેશમાં ફરી રાજકોટનું નામ રોશન કર્યું છે. આ બાઈકમાં ઈંધણનો અંદાજે પ્રતિ કિલોમીટર 17 પૈસાનો જ ખર્ચ થશે.

હાઈબ્રીડ ટું વ્હીલર Hy-1ની કરી રચના

રાજકોટની વિવિપી એન્જિનિયર કોલેજમાં મિકેનિકલના 7માં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા  3 વિદ્યાર્થીઓએ પ્રોફેસરની મદદથી હાઈબ્રીડ ટું વ્હીલર Hy-1 મોટરસાયકલની રચના કરી છે. રુચિત પંડ્યા, માકડીયા નિર્મલ અને ઝાલા સતીષ નામના વિદ્યાર્થીઓએ આ મોટરસાયકલ પ્રોફેસર હાર્દિક ખૂંટના માર્ગદર્શન હેઠળ બનાવ્યું છે. જેના માટે અંદાજીત 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે. આ બાઇકની ખાસિયત છે કે, તે પેટ્રોલ અને ઇલેક્ટ્રિસીટીથી ચાલે છે. આ હાલ મોટરસાયકલ ચાલી પણ શકે છે પરંતુ હજુ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રોજેક્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ટુ વ્હીલર બાઈકમાં બે તકનીકનું મિશ્રણ

આ પ્રોજેક્ટ અંગે રાજકોટના વી.વી.પી. ઈજનેરી કોલેજના સાતમા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ પંડયા રૂચિત, માંકડીયા નિર્મલ તથા ઝાલા સતીશએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પાછળ અમે ઘણી મહેનત કરી છે. જેમાં પ્રોફેસર દ્વારા પણ ઘણું માર્ગદર્શન અઓવામાં આવ્યું હતું. જ્યારે આ બાઇક બે તકનીકીઓનું મિશ્રણ કરે છે. આંતરીક કમ્બશન એન્જિન (ઈંધણ ઉર્જા) અને વિદ્યુત ઉર્જા. Hy – 1 એ બે પાવર સ્ત્રોતને જોડે છે. બાઈક પેટ્રોલ એન્જિન, ઈલેકટ્રીક મોટર્સ અને બેટરી સાથે જોડાયેલું હોય ખરેખર અદભુત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud