• વિષ્ણુ ભગવાનનો કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા ઉપરાંત કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો
  • પત્રમાં લખ્યું કે, મારી તપસ્યાને હિસાબે છેલ્લા 20 વર્ષથી સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષમાં સમગ્ર દેશમાં દુષ્કાળ પડ્યો નથી
  • સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર 3 વર્ષ પહેલા 8 માસમાં માત્ર 16 દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા

WatchGujarat. કથિત કલ્કી અવતાર તરીકે ચર્ચામાં આવેલા  નિવૃત્ત રમેશચંદ્ર ફેફર ફરીથી એકવાર વિવાદમાં આવ્યા છે. પોતાને વિષ્ણુ ભગવાનનો કલ્કી અવતાર કહેનાર રમેશચંદ્રએ નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા ઉપરાંત કલ્પસર વિભાગના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, મારો એક વર્ષનો બાકી રહેતો રૂ. 16 લાખ પગાર અને રૂ. 16 લાખ ગ્રેચ્યુટી આપો નહીંતર વરસાદ અને બરફવર્ષાથી ભયંકર દુષ્કાળ પાડીશ, હું ભગવાન વિષ્ણુનો દસમો કલ્કી અવતાર છું.

 

પોતાના પત્રમાં રમેશચંદ્રએ વધુમાં કહ્યું છે કે, સરદાર સરોવર નર્મદા નિગમ પનર્વસવાટ એજન્સીમાં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂ. 16 લાખ પગાર લેવાનો બાકી છે. એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કર્યુ હતું. કોરોનાકાળમાં કામ કરતા લોકોને સરકારે પગાર ચૂકવ્યો છે. તો આ રીતે મારો પગાર પણ ચૂકવવો જોઈએ. હું કલ્કી અવતાર જ છું. અને મારી તપસ્યાને હિસાબે છેલ્લા 20 વર્ષથી સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષમાં સમગ્ર દેશમાં દુષ્કાળ પડ્યો નથી. જેના લીધે હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયો છે.

જો કે આમ છતાં રાક્ષસો સરકારમાં બેસી મને સતત અન્યાય કરે છે. જો મને મારો હક્ક નહીં મળે તો આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં વરસાદ અને બરફવર્ષાનો ભયંકર દુષ્કાળ પાડવાનો છું. કારણ કે, હું જ કલ્કી અવતાર હોવાથી સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોકમાં ચાલે છે. ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી વડોદરામાં અધિક્ષક ઇજનેર તરીકે ફરજ બજાવી ચૂકેલા રમેશચંદ્ર ફેફર 3 વર્ષ પહેલા 8 માસમાં માત્ર 16 દિવસ જ ફરજ પર હાજર રહ્યા હતા. આથી તેમને અપાયેલી કારણદર્શક નોટિસમાં તેમણે પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર કલ્કી કહ્યો હતી. અને નરેન્દ્ર મોદીને દુર્યોધનનો અવતાર ગણાવ્યો હતો.

પોતાની ફરજ દરમિયાન છ વખત VRS માટે અરજી કરનાર રમેશચંદ્ર ફેફરની આ અરજી નિગમે સ્વીકારી નહોતી. આ સમય દરિયાન 22 સપ્ટેમ્બર 2017થી તેઓ ગેરહાજર રહેવા લાગતા નિગમે 15 મે, 2018નાં રોજ તેમને નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં તેણે પોતાને જ ભગવાન વિષ્ણુનો 10મો અવતાર કલ્કી ગણાવી સાધના કરી વૈશ્વિક ચેતનામાં પરિવર્તનનું કાર્ય કરતો હોવાનું અને આ કાર્ય ઓફિસમાં બેસીને થાય તેમ નહીં હોવાથી ભૌતિક રીતે હાજર રહેતો નથી તેમ જણાવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud