લોકોના ખિસ્સા હળવા કરતી ગેંગ ફરીથી સક્રિય થતા પોલીસ હરકતમાં આવી
આઇવે પ્રોજેક્ટ કેમેરા અને પોકેટ કોપની મદદથી ગુનાઓ ઉકેલવામાં સરળતા
ફરિયાદ બાદ લોકોને લુંટતી ત્રિપુટીને પકડી પાડતી પોલીસ
WatchGujarat. શહેરમાં વૃદ્ધો-પરપ્રાંતિયોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવીને લૂંટ ચલાવતી તેમજ મુસાફરનો સ્વાંગ રચી લોકોના ખિસ્સા હળવા કરતી ગેંગ ફરીથી સક્રિય થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જેમાં માધાપર નજીક રહેતા સુરેશભાઈ મહેતાની નજર ચૂકવી 5000 રૂપિયા સેરવી લેવા અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદનાં આધારે પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન બાતમી આધારે આઇવે પ્રોજેક્ટના કેમેરા ચેક કરીને બનાવમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષાને પોકેટ કોપમાં સર્ચ કરી હતી. જેના દ્વારા આ ગુનાને અંજામ આપનાર સાગર ધીરુભાઈ રાઠોડ, સુમારશા ફેઝમહમ્મદ શાહમદાર અને ઈરફાન અનવરભાઈ મીઠાણીને નવાગામ રોડ પાસેથી દબોચી લીધા હતા.
પોલીસની પૂછપરછમાં પ્રથમ ગલ્લા તલ્લાં કર્યા બાદ આગવીઢબે પૂછતાછ કરતા ત્રણેય ભાંગી પડ્યા હતા. અને કબૂલાત આપતા જણાવ્યું હતું કે, તેઓ રિક્ષામાં વૃદ્ધ અને પરપ્રાંતીય શ્રમિકોને બેસાડી પાછળ બેઠેલા સાગરીતો ઉલ્ટી થાય છે જરા ખસો તેમ કહી મુસાફરની નજર ચૂકવી રોકડ રકમ અથવા પર્સ સેરવી લેતા હતા. બાદમાં કોઈપણ બહાને પેસેન્જરને ઉતારી રીક્ષા લઇ નાસી જતા હતા.
આ ત્રિપુટીએ નવ દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીએથી પેસેન્જરને બેસાડી રૂ. 5000 રોકડા, પંદર દિવસ પૂર્વે ડીલક્ષ ચોકથી મુસાફરને બેસાડી 9000 રોકડા, એક દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડીથી પેસેન્જરને બેસાડી રૂ. 2500 રોકડા તેમજ સાત દિવસ અગાઉ ભૂતખાના ચોકમાંથી પેસેન્જરને બેસાડી રૂ. 2000 રોકડા સેરવી લીધાની કબૂલાત આપી છે. આરોપીઓ પૈકી સુમારશા અગાઉ ચોરી સહીત 3 ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને ઈરફાન મારામારી સહીત 3 ગુનામાં પ્રનગર, બી ડિવિઝન અને થોરાળા પોલીસમાં ઝડપાઈ ચુક્યો છે. પોલીસે રોકડા રૂ.10,500 અને રીક્ષા સહીત 60,500 રૂપિયાનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.