સ્માર્ટ સિટીનાં નામે મનપાએ બતાવેલા સપનાઓ અને તેની હકીકત સદંતર વેગળી
ટીપી મંજુર નહીં થવાને કારણે સ્માર્ટ સિટીનાં કામો અટકી પડ્યાં
watchgujarat.com એ આ માલમે મનપાનાં ડે. કમિશ્નર સી કે નંદાણી સાથે વાતચીત કરી
કુલીન પારેખ. મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટીનાં નામે પ્રજાને રૂપિયા 2500 કરોડથી વધુનાં વિકાસ કામોનાં સપના બતાવવામાં આવ્યા હતા. જેમાં અડધા કરતા વધુ કામો જમીન વેંચાણથી કરવામાં આવનાર હતા. પરંતુ ટીપી સ્કીમ મંજુર નહીં થતા જમીન માલિકીનાં દસ્તાવેજો ન મળતા આ પૈકીનાં કોઈ કામો થઈ શક્યા નથી. તેમજ રૈયામાં 930 એકર જમીન પરની ટી.પી. સ્કીમનું કામ પણ રાજ્ય સરકારે ફાઇનલ મંજૂરી આપી ન હોવાથી અટકી પડ્યું છે.
મનપાનાં ડે. કમિશ્નર સી કે નંદાણીએ વોચગુજરાત સાથેની વાતચીતમાં કહ્યું છે કે, અમુક ટીપી સ્કીમો મંજુર થતા તેનાં કાગળો આવી ચુક્યા છે. અને રાજ્ય સરકાર પણ આ માટે ખાસ સક્રિય હોઈ બાકીની ટીપી પણ જલ્દી મંજુર થઈ જશે. અને જમીનોના કાગળો પણ મળી જતા ટૂંક સમયમાં બધા જ કામો શરૂ કરવામાં આવનાર છે. પરંતુ અત્યાર સુધીમાં કેટલી રકમનાં કામો થયા અને કેટલા બાકી તે આંકડો પોતાની પાસે હાલ નહીં હોવાનું જણાવ્યું છે.
સ્માર્ટ સિટીનાં નામે મનપાએ બતાવેલા સપનાઓ અને તેની હકીકત
સ્માર્ટ સિટી અંતર્ગત મનપા દ્વારા રૂપિયા 2500 કરોડ કરતા વધુનાં વિકાસ કાર્યો કરવાના બણગા ફૂંકવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગના કામો જમીન વેંચાણ અને પીપીપી યોજના દ્વારા કરવાનું જણાવાયું હતું. જો કે જે જમીનની માલિકીનાં પૂરતા કાગળો નહોતા તેવી જમીનોનાં વેંચાણથી આ કામો કરવાનો દાવો મનપાએ કર્યો હતો. દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ અને હિસ્સાની 1000 કરોડની રકમ આવી જતા તેના કામ શરૂ થયા છે. પરંતુ બાકીના કામો કરવા માટે રૂપિયા ક્યાથી આવશે તેનું કોઇ નક્કર આયોજન નથી.
રાજકોટમાં સ્માર્ટ સિટી અંતર્ગત એકમાત્ર મોટું કામ શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું પૂર્ણ કરાયું છે. આ સિવાય હાલ રૈયા ખાતે 730.48 કરોડ રૂપિયાના ખર્ચે જુદા-જુદા પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. તેમજ સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંતર્ગત 24 કલાક પાવર સપ્લાય, 24 કલાક પાણી, સ્માર્ટ વોટર, રસ્તાઓ, BRTS, કોરીડોર અને ગ્રીન ફિલ્ડ એરિયામાં સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2022 સુધીમાં અટલ સરોવર ડેવલપમેન્ટ તેમજ ન્યુ રેસકોર્સનું કામ પૂર્ણ કરવામાં આવનાર છે. જો કે આ બધા કામો સરકારી ગ્રાંટમાંથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ સિવાયના પ્રોજેક્ટ માટે અંદાજે 1500 કરોડથી વધુ રૂપિયાની જરૂર છે. પણ તે જમીન વેંચાણ બાદ જ મળી શકે તેમ છે.
ટીપી મંજુર નહીં થવાને કારણે અટકી પડેલા સ્માર્ટ સિટીનાં કામોની યાદી
રાજકોટ શહેરમાં સ્માર્ટ વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના 46 કરોડનો પ્રોજેક્ટ અને સ્કૂલ, આંગણવાડી, વર્કિંગવૂમન હોસ્ટેલ, રેન બસેરા સહિતના તેમજ ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ અને પોલીસ સ્ટેશન સાથે આધુનિક સુવિધાઓ સાથેનું ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) ઉપરાંત સ્માર્ટ સિટી 12 એકરમાં સેન્ટ્રલ પાર્ક બનાવવો અને સ્માર્ટ સીટી વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારમાં ટ્રસરી ટ્રીટમેન્ટથી શુધ્ધ કરાયેલ પાણી રીસાયકલ વોટર નેટવર્ક શરૂ કરવા સહિત મેનેજમેન્ટ એન્ડ કન્વેન્શન સેન્ટર સહિતનાં કામો હાલ ટીપી સ્કીમ મંજુર થવાના વાંકે જમીન નહીં વેંચી શકતા અટકી પડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકાએ આ રકમ રૈયા સ્માર્ટ સિટીની ટી.પી. સ્કીમ નં.32માં જુદા-જુદા પ્લોટનું વેચાણ કરીને તેમજ પીપીપીના ધોરણે પ્રોજેક્ટ ઊભા કરી સાથે જે તે એજન્સીને ભાડાપટ્ટે જગ્યા કે મિલકત લીઝ પર આપી રકમ એકત્ર કરવાનું જણાવ્યું હતું. પણ જ્યા સુધી ટી.પી. સ્કીમ ફાઇનલ ન થાય ત્યા સુધી તેના અનામત પ્લોટનું વેચાણ કરી શકાય નહીં. જેના પગલે સ્માર્ટ સિટીના નામે જે મોટા મોટા પ્રોજેક્ટ જાહેર કર્યા હતા તે ટુંક સમયમાં સાકાર થાય તેમ નથી.