SOG પોલીસે ચોક્કસ માહિતીનાં આધારે તારીખ 7 મેનાં રોજ શહેરનાં સાધુ વાસવાની રોડ પર રહેતા શિક્ષક ભાવિક પ્રકાશભાઇ ખત્રીનાં ઘરે દરોડો પાડ્યો
દરોડામાં ઉત્તર પ્રદેશ યુનિવર્સિટીની મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધો.10-12ની નકલી શંકાસ્પદ માર્કશીટ મળી
જ્યાંથી 15 મેં નાં રોજ આવેલા જવાબમાં કબ્જે થયેલી બધી માર્કશીટો નકલી હોવાનું સામે આવ્યું
WatchGujarat. એસઓજી પોલીસે ઉત્તરપ્રદેશ યુનિવર્સિટી અને ઉત્તરપ્રદેશ બોર્ડની ધોરણ-10 અને 12ની નકલી માર્કશીટ વેંચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સાથે-સાથે શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતાં શિક્ષક યુવાન અને તેની પાસેથી નકલી માર્કશીટ્સ ખરીદનારા ચાર સહિત કુલ પાંચની ધરપકડ કરી છે. જો કે સુત્રધાર યુપીનો એક શખ્સ તેમજ નકલી ર્માકશીટ ખરીદનારા અન્ય ચારના નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ રાજકોટનાં શિક્ષકે જાહેરાત દ્વારા યુપીનાં મુખ્ય સૂત્રધારનો સંપર્ક કર્યો હતો. આ શખ્સ ઓર્ડર અનુસાર રૂ. 25 થી 35 હજારમાં નકલી માર્કશીટ બનાવી મોકલી આપતો હોવાનું સામે આવ્યું છે. બે વિદ્યાર્થીઓએ તો આ નકલી માર્કશીટને આધારે ઇન્દોર અને રાજકોટની કોલેજમાં અભ્યાસ પણ પુરો કરી લીધો હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
સમગ્ર મામલે જાણકારી આપવા ડીસીપી મનોહરસિંહ જાડેજાની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે જણાવ્યા મુજબ, SOG પોલીસે ચોક્કસ માહિતીનાં આધારે તારીખ 7 મેનાં રોજ શહેરનાં સાધુ વાસવાની રોડ પર રહેતા શિક્ષક ભાવિક પ્રકાશભાઇ ખત્રીનાં ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશ યુનિવર્સિટીની મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ વારાણસી અને ઉત્તર પ્રદેશ બોર્ડની ધો.10-12ની નકલી શંકાસ્પદ માર્કશીટ મળી આવી હતી. આ મામલે એન્ટ્રી નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે ઉત્તર પ્રદેશમાં લોકડાઉન હોઇ ભાવિક ખત્રી પાસેથી મળેલી માર્કશીટની ખરાઇ થઇ શકી નહોતી.
ત્યારબાદ આ બંને બોર્ડ અને યુનિ.ના અધિકારીઓને સરકારી ઇ-મેઇલથી અને સ્પીડ પોસ્ટથી સર્ટિફિકેટની ખરાઇ કરાવવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાંથી 15 મેં નાં રોજ આવેલા જવાબમાં કબ્જે થયેલી બધી માર્કશીટો નકલી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એસઓજીએ શિક્ષક ભાવીક ખત્રી તથા તેની પાસેથી નકલી માર્કશીટ ખરીદનારા હરિકૃષ્ણ ચાવડા, પ્રિતેશ ભેંસદડીયા, વાસુ પટોળીયા અને સુરેશ પાનસુરીયાની ધરપકડ કરી છે. જ્યારે યુપીનાં સુત્રધાર રામસિંગ, અને કૌભાંડમાં સામેલ અન્ય શખ્સો દિલીપ રામાણી, પ્રફુલ ચોવટીયા, તથા સુરેશ વસોયા સહિતનાની શોધખોળ હાથ ધરી છે.