• સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ભડકાઉ ઉચ્ચારણનો એક વિડીયો વાયરલ થયો હતો
  • આ વિડીયો વાયરલ થતા હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો
  • વિધર્મી યુવક ઇર્ષાદ રશીદની યુ-ટ્યુબ પર ‘જમાતે આદીલા હિંદ’ નામની ચેનલનું એકાઉન્ટ ધરાવતો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ

WatchGujarat. સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે અપમાનજનક અને મંદિર પર મહમદ ગઝનવીએ કરેલી મંદિરની લૂંટના વખાણ કરતો વિડીયો વાયરલ કરનાર વિધર્મી યુવકને પોલીસે ઝડપી લીધો છે. વિડીયો મામલે ગીર સોમનાથ પોલીસની સ્પેશિયલ ટીમેં ઇર્ષાદ રશીદ નામના આ શખ્સને હરીયાણાના પાણીપતથી ઝડપી લીધો છે. અને આરોપીને સોમનાથ લાવી હિંદુ સમાજની લાગણી દુભાવવા અને બે ધર્મ વચ્ચે હુલ્લડ ફાટી નીકળે તેવા કામ કરવાના આરોપસર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

તાજેતરમાં સોમનાથ મંદિરના ઇતિહાસ વિષે ભડકાઉ ઉચ્ચારણનો એક વિડીયો વાયરલ થયો હતો, વિડીયો સોમનાથ મંદિરની પાછળના ભાગે દરિયા કિનારા પર એક વિધર્મી યુવકે પોતાના મોબાઈલમાં સેલ્ફી મોડમાં વિડીયો રેકોર્ડ કર્યો હતો. આ વિડીયોમાં પોતે મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર લૂંટયું હોવાનું જણાવી તેના વખાણ કરતો જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થતા હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને મામલો પોલીસમાં પહોંચ્યો હતો.

સમગ્ર મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા લેખીત ફરીયાદ અપાઇ હતી. જેના આધારે પ્રભાસપાટણ પોલીસની ટીમે ટેકનીકલ સર્વેલન્સના આધારે આરોપીને હરિયાણાથી ઝડપી લીધો હતો. અને ઉશ્કેરણી કરતો વિડીયો બનાવી હિન્દુ સમાજની લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી બે ધર્મ વચ્ચે હુલ્લડ ફાટી નિકળે તેવા કામ કરતા વિધર્મી યુવક ઇર્ષાદ રશીદની યુ-ટ્યુબ પર ‘જમાતે આદીલા હિંદ’ નામની ચેનલનું એકાઉન્ટ ધરાવતો હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરી તેની સામે આઇપીસી કલમ 153 (A), 295 (A) જેવી આકરી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિડીયો વાયરલ થયા બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાતા ઈર્ષાદે બીજો એક વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં પોતે કરેલા કૃત્ય માટે તેણે માફી માંગી હતી. અને પોતાનો ઉદ્દેશ સોમનાથ મંદિરનો ઇતિહાસ જણાવવાનો હોવાનું કહ્યું હતું. આ સાથે પોતે કોઈપણ ધર્મનું કે સોમનાથ મંદિરનું અપમાન કરવા ઇચ્છતો નહીં હોવાની સુફીયાણી વાતો કરી અને પોતાના વિડીયોથી જે કોઈની લાગણી દુભાઈ હોય તેની માફી માંગી હતી. જો કે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈ તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud