• સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને ઝેડપ્‍લસ સુરક્ષા આપવામાં આવી છે
  • સોમનાથ મંદિરની પાછળના ભાગે અડઘો કી.મી. દુર મરીન પોલીસ ચોકીની સામેના દરીયા કિનારે VIDEO રેકોર્ડ થયો હોવાનું અનુમાન
  • વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતા સોમનાથ ટ્રસ્‍ટે અરજી આપતા પોલીસે તપાસ હાથ ઘરી
  • પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે વીડિયોમાં દેખાતો માણસ સ્થાનિક નથી કોઇ ટુરિસ્ટ છે – એસપી, રાહુલ ત્રિપાઠી

WatchGujarat. પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિરનાં દરિયાકિનારે ઉભા રહીને મહંમદ ગઝનવીને બિરદાવતા વિધર્મી યુવકનો વિડીયો વાયરલ થયો છે. જેમાં વિધર્મી યુવક દ્રારા સોમનાથના ઇતિહાસને હાની પછાડતા વાકયો બોલતા હિંદુ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સાડા ત્રણ મિનીટનો આ વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતા સોમનાથ ટ્રસ્‍ટે અરજી આપતા પોલીસે તપાસ હાથ ઘરી છે.

જાણવા મળતી વિગત મુજબ વાયરલ થયેલો વિડીયો,  સોમનાથ મંદિરની પાછળના ભાગે અડઘો કી.મી. દુર મરીન પોલીસ ચોકીની સામેના દરીયા કિનારે ભિડીયા વિસ્‍તારમાં રેકોર્ડ થયો હોવાનું અનુમાન છે. વિડીયોમાં એક વિઘર્મી યુવક ભડકાઉ અને વિવાદિત નિવેદન કરી મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવતો જોવા મળી રહ્યો છે. વિડીયો રેકર્ડ કરનાર વિઘર્મી યુવક સોમનાથ મંદિરની મુલાકાત લઇ આવ્યો હોવાનો પણ ઉલ્‍લેખ કરે છે. તેની સાથે સાથે કેટલાક યુવકો પણ વિડીયોમાં નજરે પડી રહ્યા છે.

સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરને ઝેડપ્‍લસ સુરક્ષા આપવામાં આવી છે. ત્યારે સુરક્ષામાં છીંડા સમાન ઉશ્‍કેરણીજનક ઉચ્‍ચારણો વાળો વિડીયો સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠયા છે. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્‍ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જાતે વીડિયો બનાવનાર શખ્‍સ સામે ગુનો નોંઘી કડક કાર્યવાહી કરવા લેખીત ફરીયાદ આપી છે. મળતી માહિતી પ્રમાણે, આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. ઘણાં સમયથી ‘જમાતે આદિલા હિંદ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. હાલ પોલીસે આ યુવકની શોધખોળ હાથ ધરી છે.

ગીરસોમનાથના એસપી, રાહુલ ત્રિપાઠીનાં જણાવ્યા અનુસાર, પોલીસની વિવિધ ટીમો આ અંગેની તપાસ કરે છે. આ વીડિયોનું રેકોર્ડિંગ ક્યાંથી થયું છે અને જે વીડિયોમા બોલે છે તે માણસ કોણ છે. હાલ તપાસ ચાલુ છે. આ વીડિયોમાં દેખાનારો શખ્સ મળશે એટલે તેની પર એફઆઈઆર દાખલ કરવામાં આવશે. હાલ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ક્યાનો છે અને કોણે તથા કઇ જગ્યાએ બનાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વીડિયોમાં દેખાતો માણસ સ્થાનિક નથી કોઇ ટુરિસ્ટ છે. તેમજ વીડિયો પણ ઘણો જૂનો હોય તેવું લાગી રહ્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, એકતરફ વાયરલ વિડીયોમાં વિઘર્મી દ્રારા સોમનાથના ઇતિહાસને ઠેસ પહોંચાડતા વાકયોના કરાયેલ ઉચ્‍ચારણોથી હિન્‍દુ સમાજમાં રોષની લાગણી પ્રસરી છે. તો બીજી તરફ સોમનાથ મંદિરની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. કારણ કે, આ મંદિર ઝેડપ્‍લસ સુરક્ષા ઘરાવતુ હોવાથી એસ.આર.પી., ઘોડેસવાર પોલીસ, હોમગાર્ડ, જીઆરડી સહિતનો મસમોટો પોલીસ કાફલો કાયમી તૈનાત રહે છે. અને સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અઘિકારીની ખાસ નિમણુંક કરાઇ છે. છતાં પણ આવી ઘટના બનવી એ સુરક્ષામાં લાપરવાહી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud