• 24થી27 માર્ચ દરમિયાન તામિલનાડુ નહેરૂ સ્ટેડિયમ ખાતે 19મી નેશનલ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા યોજાશે
  • બેંગ્લોર ખાતે તારીખ 20-22 માર્ચ સુધી રાજ સ્વિમિંગ એકેડમી માઉન્ટ લીટેરા ઝી સ્કૂલમાં પણ 20મી નેશનલ પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા યોજાશે
  • અત્યાર સુધીમાં નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દિવ્યાંગો કુલ 18 નેશનલ મેડલ મેળવી ચૂક્યા છે.

WatchGujarat. શરીરમાં શક્તિ હોય કે નહીં મનની તાકાત માણસને ઉપર લઈ જાય છે. એટલે જ કહેવત છે કે, ‘પંખો સે કુછ ભી નહીં હોતા હોંસલો સે ઉડાન હોતી હે’ અને રાજકોટ શહેરનાં વિકલાંગ યુવાનોએ આ કહેવત સાચા અર્થમાં સાર્થક કરી છે. શહેરનું યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 14 વર્ષથી દિવ્યાંગોમાં રહેલી રમતગમતની પ્રતિભાને બહાર લાવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પહોંચાડવાનું મહત્વનું કામ કરે છે. જેના થકી રાજકોટનાં વધુ 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે.

આગામી તારીખ 24થી27 માર્ચ દરમિયાન તામિલનાડુ નહેરૂ સ્ટેડિયમ ખાતે 19મી નેશનલ પેરા-એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા યોજાનાર છે. જેમાં કેટેગરી ટી-44માં દીપકભાઈ વાઘેલા નામના દિવ્યાંગની 100-200 મીટર દોડ ઉપરાંત ભાલાફેંકમાં પસંદગી થઈ છે. ઓર્થોપેડિક દિવ્યાંગ મહિલાઓમાં સોનલબેન વસોયાની F-55 કેટેગરીમાં, ભાલાફેંક, ગોળાફેંક અને ચક્રફેંક માટે પસંદગી થઇ છે. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુની કેટેગરીમાં જ્યોતિબેન બાલાસરાની ગોળાફેંક, લાંબી કૂદ અને 400 મીટર દોડ માટે પસંદગી કરવામાં આવી છે.

આ સિવાય બેંગ્લોર ખાતે તારીખ 20-22 માર્ચ સુધી રાજ સ્વિમિંગ એકેડમી માઉન્ટ લીટેરા ઝી સ્કૂલમાં પણ 20મી નેશનલ પેરા-સ્વિમિંગ ચેમ્પિયનશિપ 2020-21 સ્પર્ધા યોજાનાર છે. જેમાં પુરુષોમાં જિગર ઠક્કર અને દિવ્યાંગ મહિલામાં ઈન્દ્રેશબેન પલાણ S-9, 200 IM, 50 બેક અને 100 બેકમાં પસંદગી પામ્યા છે. બેંગ્લોર ખાતેનાં શ્રી ક્રાંતિવીર સ્ટેડિયમમાં 18મી સિનિયર અને 14મી જુનિયર નેશનલ પેરા પાવર લિફ્ટિંગ સ્પર્ધા પણ 19થી 21 માર્ચ દરમિયાન યોજાનાર છે. જેમાં પુરુષમાં રામભાઈ બાંભવા 72 KGની કેટેગરીમાં સિલેક્ટ થયા છે. જ્યારે દિવ્યાંગ મહિલાઓમાં ઇલાબેન દેવમુરારી 73 KG કેટગરીમાં સિલેક્ટ થયાં છે.

આ વર્ષે ઉપરોક્ત પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેતા દિવ્યાંગોને રોટરી ક્લબ ઓફ રાજકોટ મેટ્રો દ્વારા સ્પોન્સરશિપ આપવામાં આવી છે. આ અંગે યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શૈલેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં નેશનલ કક્ષાની રમત સ્પર્ધાઓમાં સંસ્થાના દિવ્યાંગો કુલ 18 નેશનલ મેડલ મેળવી ચૂક્યા છે. અને આ વર્ષે પણ વધુ 7 દિવ્યાંગો નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી પામ્યા છે. ત્યારે આગામી સમયમાં દિવ્યાંગો વધુને વધુ મેડલો મેળવીને રાજકોટ સહિત દેશનું નામ રોશન કરશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud