WatchGujarat. ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આજે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટેની મતગણતરી ચાલી રહી છે. સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુરત બાદ આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમા ખાતું ખોલાવ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારે માત્ર બે મત વધારે મેળવીને જીત નોંધાવી છે.
અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે. ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપના ઉમેદવાર રેખાબેન સવજીભાઈ પરમારની જીત થઈ છે. આ બેઠકના ભારતીય જનતા પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવતી હતી. ભાડેર ગામ ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થતાં સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને પાર્ટીઓમાં સન્નાટો જોવા મળ્યો હતો.
ઉપરાંત ગાંધીધામ તાલુકા પંચાયતમાં આપને એક બેઠક મળી છે. જૂનાગઢ તાલુકા પંચાયત જામકા બેઠક પર આપના કૈલાસ સાવલિયા વિજેતા થયાના સમાચાર મળી રહ્યા છે. કાલાવડ તાલુકા પંચાયતમાં આપના એક ઉમેદવારની જીત થયાના સમાચાર પણ મળી રહ્યા છે. જેસર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીને બે બેઠક મળી છે. બનાસકાંઠાના ડીસાના વોર્ડ નંબર ત્રણમાં આપના એક ઉમેદવારની જીત થઈ છે.