• ગાંધીગ્રામની લાભદીપ સોસાયટીમાં રહેતા ચેતનાબેન ચુડાસમાને 7 માસનો ગર્ભ હતો અને કોરોના પોઝીટીવ આવ્યા હતા
  • મહિલાને 16 લીટર ઓક્સિજન આપવા છતાં પણ ઓક્સિજન પ્રમાણ 60 જ રહેતું હોવાથી મહિલાની સ્થિતિ ગંભીર બની હતી
  • ડોક્ટરોએ હિંમત હાર્યા વગર સારવાર કરતા મહિલાની સફળ ડિલીવરી થઇ

Watchgujarat. શહેરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી દરમિયાન એક સુખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં શહેરની એક ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરો દ્વારા ગંભીર હાલતમાં રહેલી સગર્ભાની સફળ પ્રસુતિ કરાવાઈ છે. અને હાલ માતાની સાથે બાળક પણ બિલકુલ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈ મહિલાના પરિવાર દ્વારા મોટી ટાંકી ચોક ખાતે આવેલ વેદાંત હોસ્પિટલના તબીબોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ શહેરના ગાંધીગ્રામની લાભદીપ સોસાયટીમાં રહેતા ચેતનાબેન ચુડાસમાને 7 માસનો ગર્ભ હતો. અને તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા જ તેમને વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન 16 લીટર ઓક્સિજન આપવા છતાં પણ ઓક્સિજન પ્રમાણ 60 જ રહેતું હોવાથી મહિલાની સ્થિતિ ગંભીર બની હતી.

જો કે ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવતા ડોક્ટર્સ આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા નહોતા. અને મહિલા કોરોના સંક્રમિત હોવા છતાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક ઓપરેશન કરી માતા-બાળકને નવજીવન અપાયું હતું. હાલ માતા અને બાળક બન્ને ઓક્સિજન સપોર્ટ વગર જ સ્વસ્થ હોવાનું અને ઓક્સિજન લેવલ પૂરતું હોવાનું તબીબોએ જણાવ્યું છે. જોકે બાળકનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે, જેનાં પરિણામની હાલ રાહ જોવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud