• ગિરનું જંગલ અભ્યારણ બન્યા બાદ પ્રથમ વખત કોઇ સેલિબ્રિટી માટે ઉજવણી માટેનું ડેસ્ટીનેશન બન્યું
  • આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ તા. 28 ડિસે. 2020 ના રોજ પોતાના લગ્નની 15 મી એનિવર્સરી ગિર જંગલમાં ઉજવવા માટે પરિવાર સાથે સાસણ આવી પહોંચ્યા

WatchGujarat. ગિરનું જંગલ અભ્યારણ બન્યા બાદ પ્રથમ વખત કોઇ સેલિબ્રિટી માટે ઉજવણી માટેનું ડેસ્ટીનેશન બન્યું છે. બોલીવૂડના સુપરસ્ટાર અને મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવ તા. 28 ડિસે. 2020 ના રોજ પોતાના લગ્નની 15 મી એનિવર્સરી ગિર જંગલમાં ઉજવવા માટે પરિવાર સાથે સાસણ આવી પહોંચ્યા છે. આમીર ખાન ગઈકાલે સવારે મુંબઇથી ચાર્ટર પ્લેનમાં પોરબંદર આવી પહોંચ્યા હતા. ત્યાં તેણે ગાંધીભૂમિ દર્શાવતા ફોટા એરપોર્ટની ગેલેરીમાં જ નિહાળ્યા હતા.

આમીર ખાન પરિવાર સાથે ગીરનાં અભ્યારણમાં ફરવા પહોંચ્યા છે. ત્યા તેણે પરિવાર સાથે વહેલી સવારે 6-30 કલાકે સાસણમાં સિંહ દર્શન કરવાં નીકળી ગયા હતાં અને જિલ્પી કારમાં બેસી સિંહ દર્શન કર્યા હતાં. ત્યારે એશિયાટિક સિંહ દર્શન કરવાં નીકળેલા આમીર ખાન પહેલીવાર સાસણ ગીરની મુલાકાત કરી રહ્યા છે. જ્યાં વન વિભાગનાં અધિકારી મોહન રામ પણ તેમની સાથે જિપ્સીમાં બેસી સિંહ દર્શન કરવાં નીકળી પડ્યા હતાં. ત્યારે આમીર ખાન સાસણમાં હોવાથી ચુસ્ત પોલસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આમીર ખાનને જોવા માટે સિંહ સદન ખાતે મોટી જનમેદની પણ ઉમટી પડી હતી. ત્યારે મિસ્ટર પરફેકશનિસ્ટ અને તેના પરિવારે ત્રણ કલાક સિહ દર્શન કરી અને સાથે જંગલ સફારી પણ કરી હતી. ત્યારે આમીર ખાને 04 રૂટ ઉપર 13 સિંહ જોયા હતાં. અને સિહ જોવાનો મોકો મળતાં મિસ્ટર પરફેકશનિસ્ટ ખુબ જ આનંદિત થયા હતાં. અને જે બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “સાસણનાં એશિયાટિક સિંહએ આપડા દેશનુ ગૌરવ છે.”

ઉલ્લેખનીય છે કે, આમીર ખાન પોતાની લગ્નની વર્ષગાંઠ મનવવા સાસણની મુલાકાતે આવ્યા છે. જ્યાં તેણે એક ખાનગી રિસોર્ટમાં રોકાણ કર્યું છે. જ્યારે બોલીવુડ સ્ટારને સિહ દર્શન કરાવવા માટે વન વિભાગે 6 નવી જિપ્સી તૈનાત કરી હતી. તેમજ 15 જેટલા અંગ રક્ષકોનો એક કાફલો ખડકી દિધો હતો. અને ગઈકાલે સાંજનાં સમયે આમીર ખાનની વ્યવસ્થા માટે એક સ્ટાફની ખાસ મિટિંગ પણ યોજાઈ હતી

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud