• ગઇકાલે સવારે સોસાયટીમાં અંદાજે 13 કૂતરા અને 4 નાના કુરકુરિયાનાં શંકાસ્પદ રીતે મોત થયા
  • પશુ ચિકિત્સકો દ્વારા આ મામલે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પશુપ્રેમીઓમાં આ ચિકિત્સકો સામે રોષ ફેલાયો

#Rajkot - જસદણમાં 13 કૂતરા અને 4 ગલૂડિયાનાં શંકાસ્પદ મોત છતાં તંત્ર બેફિકર

WatchGujarat. જસદણની એક સોસાટીમાં કંઇક એવુ બન્યું હતું કે જેને જોઈ સોસાયટીનાં લોકોનાં હૃદય કંપી ઉઠ્યા હતાં. જસદણમાં ચોટીલા રોડ પર આવેલી માંધાતા સોસાયટીનાં લોકો ગઇકાલે સવારે જયારે ઉઠ્યા, ત્યારે તેમણે જોયું હતું કે સોસાયટીમાં અંદાજે 13 કૂતરા અને 4 નાના કુરકુરિયાનાં શંકાસ્પદ રીતે મોત થયા હતાં. ત્યારે આ બનાવની જાણ સોસાયટીમાં રહેતા જીવદયાપ્રેમીઓને થતાં તેઓએ તાત્કાલિક રીતે પશુ ચિકિત્સાલયમાં જાણ કરી હતી. અને થોડી જ વારમાં ચિકિત્સાલયની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી. #જસદણ

પશુ ચિકિત્સકો દ્વારા આ મામલે લાંબા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પશુપ્રેમીઓમાં આ ચિકિત્સકો સામે રોષ ફેલાયો હતો. જેને લઈ પશુપ્રેમીઓ અને ચિકિત્સકો વચ્ચે એક નાની રકઝક પણ થઈ હતી. પરંતું હદ તો ત્યારે થઈ જ્યારે એક સ્થાનિકે એનિમલ હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો, પરંતું એનિમલ હેલ્પલાઇનનાં જવાબદાર વ્યક્તિઓ દ્વારા સ્ટાફમાં કોઈ નથી તેમ કહ્યું હતું. જે સાંભળી જીવદયાપ્રેમીઓ અને સ્થાનિકો રોષે ભરાયાં હતાં. પરંતુ આખરે નગરપાલિકાને જાણ કરવામા આવતા તેમની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ મૃતદેહોને લઇ ગઈ હતી.

સોસાટીમાં રહેતા જીવદયાપ્રેમી એવા સંદીપભાઈ વાળા દ્વારા કૂતરાઓનાં શંકાસ્પદ મોતને લઇ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમા તેમણે જણાવ્યું હતું કે, રવિવારે જ્યારે હમે લોકો ઉઠ્યા હતા. ત્યારે અમને ઘરની બહારથી કંઇક દુર્ગંધ આવતી હતી, જે જોવા અમે બહાર નીકળ્યા તો હમે જોયુ કે 13 કૂતરા અને 4 ગલૂડિયાંનાં દેહ મૃત હાલતમાં પડ્યા હતાં. ત્યારે હમને એવી શંકા છે કે, માંધાતા સોસાયટી અને મોહનનગરમાં ચોરી કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

More #જસદણ #Suspicious #death #of dogs #residential #area #people #angry # #activeness #administration #Rajkot news
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud