રાતે 1 વાગ્યે ચાર શખ્સો મંદિરમાં ઘુસ્યા
પ્રથમ તસ્કરોએ મંદિરના લોખંડના દરવાજા પર લાગેલા તાળાને તીક્ષ્ણ હથિયાર વડે તોડી મંદિરમાં પ્રવેશ કર્યો
મંદિરમાંથી માતાજીના ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમના મુદ્દામાલની ચોરી કરી
WatchGujarat. ચૂંટણી પુરી થતા જ ગુનેગારોને જાણે કે છુટ્ટો દોર મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેમજ ગુનાખોરીની ઘટનાઓ પ્રતિદિન વધી રહી છે. હજુ ગતરાત્રે સિવિલ હોસ્પિટલ ચોક પાસે હત્યાની ઘટના સામે આવી હતી. અને પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને પણ ઝડપી લીધા છે. ત્યારે હવે ફાળદણ ગામે મંદિરમાંથી ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ છે. ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
https://youtu.be/ZxsTKpSZvDM
જાણવા મળતી વિગત અનુસાર , ફાળદણ ગામનાં જ વાધાવાળા મેલડી માતાનાં મંદિરમાં ચોરીની ઘટના બની હતી. જેમાં પ્રથમ તસ્કરોએ મંદિરના લોખંડના દરવાજા પર લાગેલા તાળાને તીક્ષ્ણ હથિયાર વડે તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેમજ બાદમાં મંદિરમાંથી માતાજીના ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમના મુદ્દામાલની ચોરી કરી હતી. અને ત્યારબાદ ત્યાંથી દાનપેટી લઈને ફરાર થઈ ગયા હતા. જો કે આરોપીઓ પોલીસનાં હાથવેંતમાં હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાતે 1 વાગ્યે મોઢે ફાળિયું બાંધેલા ચાર શખ્સો મંદિરમાં ઘુસ્યા હતા. અને રોકડ-ચાંદીનું છત્ર સહિતનો મુદ્દામાલ ચોરી કરીને દાનપેટી ઢસડીને લઇ જઈ રહ્યા છે. આ ઘટનાને પગલે ગામલોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અને તસ્કરોને જલ્દીથી ઝડપી લઈ કડક સજા કરવાની ગ્રામજનોએ માંગ કરી છે. જેને લઈ પોલીસે મંદિરમાં ચોરી કરવાની ટેવ ધરાવતા નિશાચરોની પૂછપરછ શરૂ કરી દીધી છે. અને આ તસ્કરો જલ્દી ઝડપાઈ જવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.