આઈશર ટેમ્પો મવડી વિસ્તારમાં આવેલા ફાયર બ્રિગેડ નજીકથી પસાર થઈ રહ્યો હતો
દરમિયાન એક્ટીવાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત
WatchGujarat. પોલીસનાં અથાગ પ્રયત્નો છતાં શહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરનાં મવડી રોડ પર પુરપાટ ઝડપે આવતા એક ટ્રકની અડફેટે એક્ટિવા ઉપર સવાર યુવકનું કમકમાટીભર્યું મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. તેમજ સ્થાનિક પોલીસે પણ તરત જ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
આ ગોઝારા અકસ્માતની જાણવા મળતી વિગતો મુજબ આઈશર ટેમ્પો મવડી વિસ્તારમાં આવેલા ફાયર બ્રિગેડ નજીકથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ ઝડપે આવતા આ આઇશરે એક્ટિવાને ઉલાળ્યું હતું. જેને પગલે એક્ટિવાની સાથે તેના ઉપર સવાર યુવક પણ ફંગોળાયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. અને પોલીસ તથા 108ને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં માલવીયાનગર પોલીસ ઉપરાંત એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં મૃતકનું નામ 30 વર્ષીય કશ્યપ ભાવેશભાઈ ભટ્ટ હોવાનું અને તેઓ મોદી સ્કૂલમાં ક્લાર્કની નોકરી કરતા હોય ત્યાં જઈ રહ્યા હોવાનું જાણવા મળતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પરિવારને જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી છે. સાથે જ અકસ્માત સર્જીને ફરાર આઈશર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે.