લોકસાહિત્ય કાર દેવાયત ખાવડ ફરી વિવાદમાં સપડાયા
દેવાયત ખાવડ દ્વારા બનાવેલો ફ્રાય ફ્રેન્ચી ખવડાવું નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
તાજેતરમાં મુખ્યમંત્રીનો એડિટ કરેલો વિડીયો બનાવનારની વડોદરામાં ધરપકડ કરવામાં આવી હતી
અગાઉ દેવાયત ખાવડ ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને પણ વિવાદમાં સપડાયા હતા
WatchGujarat. લોકસાહિત્યકાર દેવાયત ખાવડ વધુ એક વાર વિવાદમાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપર કટાક્ષ કરતો તેમનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ કહે છે કે, 'હાલો ફ્રાય ફ્રેંચી ખવડાવું' આ વિડીયોને લઈને તેમના ઉપર મુખ્યમંત્રીની મજાક કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીનાં સમર્થકોમાં દેવાયત ખાવડનાં આ વિડીયોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://youtu.be/vq8y7Gcn-CQ
રાજકોટમાં રહેતા લોકસાહિત્ય કાર દેવાયત ખાવડ ફરી વિવાદમાં સપડાયા છે. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કટાક્ષ કરી રહ્યા છે. વાઇરલ વીડિયોમાં દેવાયત ખાવડ કહે છે કે, 'અમને તો એમ હતું કે જમી લીધું હશે બાકી હોય તો હાલોને ફ્રાય ફ્રેંચી ખવડાવું.' નોંધનીય છે કે થોડા સમય પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તેઓ ફ્રાય ફ્રેંચી શબ્દ બોલ્યા હતા. જો કે બાદમાં વિડીયો એડિટ કરેલો હોવાનું સામે આવ્યું હતું. અને વીડિયો બનાવનાર શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
આ એડિટ કરેલા વિડીયોમાં મુખ્યમંત્રી દ્વારા ફ્રાયફ્રેંચી શબ્દ બોલાયો હતો. જેની કોપી કરી દેવાયત ખાવડે વિડીયો બનાવતા વિવાદ સર્જાયો છે. આ વીડિયોને દેવાયત ખાવડે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરતા લોકોએ તેમને આડેહાથ લીધા છે. તેમજ તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. અગાઉ દેવાયત ખાવડ ટિકટોક પર વીડિયો બનાવતી યુવતી કીર્તિ પટેલ સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપને લઈને પણ વિવાદમાં સપડાયા હતા.