RTO કચેરીએ ટ્રાવેલ્સ- ટેક્ષી એસો.નાં 100 જેટલા સભ્યો પોતાના વાહનો લઈ RTOમાં જમા કરાવવા પહોંચ્યા
અમાનવીય ટેક્ષ વધારો તરત પરત લેવાની માંગ
RTOનો વાર્ષિક ટેક્ષ 18 હજારથી ડબલ કરી રૂ. 36 હજાર કરતા ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું - ટ્રાવેલ્સ-ટેક્ષી ટેક્સી એસોસિએશનના પ્રમુખ જયદીપસિંહ રાણા
માંગ નહિ સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
WatchGujarat. કોરોના કાળમાં ટ્રાવેલ્સ-ટેક્ષીનાં ધંધાર્થીઓ પહેલેથી જ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન RTOનો વાર્ષિક ટેક્ષ રૂ. 18 હજારથી વધારી રૂ. 36 હજાર કરી દેવામાં આવતા ભારે આક્રોશ જોવા મળ્યો છે. આ અંગે ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશન દ્વારા પ્રથમ RTO કચેરી ખાતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયા હતા. બાદમાં જિલ્લા કલેક્ટરને પણ ટેક્ષનો વધારો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે ટ્રાવેલ્સ-ટેક્ષી ટેક્સી એસોસિએશનના પ્રમુખ જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોરોના કાળ વચ્ચે છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગાર ભાંગી પડ્યા છે. ત્યારે ખરેખર સરકારે રાહત આપવી જોઈએ. જેને બદલે સરકારે RTOનો વાર્ષિક ટેક્ષ 18 હજારથી ડબલ કરી રૂ. 36 હજાર કરતા ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સાથે જ્યાં સુધી પરિસ્થિતિનો હલ ન આવે ત્યાં સુધી RTO દ્વારા ટેક્ષ કે કોઇપણ ફીમાં વધારો ન કરવામાં આવે તેવી માંગ પણ તેમણે કરી છે.
ઉલ્લેખનીય છે કે, આજરોજ RTO કચેરીએ ટ્રાવેલ્સ- ટેક્ષી એસો.નાં 100 જેટલા સભ્યો પોતાના વાહનો લઈ RTOમાં જમા કરાવવા પહોંચ્યા હતા. અને "સરકાર ટેક્સ વધારે છે, સરકારને પ્રજાની દરકાર નથી", અને "અહીંયા જ આત્મવિલોપન કરો" સહિતનાં સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. જેને પગલે RTO પોલીસ દોડી ગઈ હતી. અને મહામહેનતે તેમનો રોષ ખાળવાનો પ્રયાસ કરી કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું. જેને પગલે તમામ સભ્યો વાહનો સાથે કલેક્ટર પાસે પહોંચ્યા હતા. અને આ અમાનવીય ટેક્ષ વધારો તરત પરત લેવાની માંગ કરી છે. તેમજ જો આમ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.