જેકલીન પરિવારજનો સાથે ગાર્ડનમાં ફરવા ગઇ હતી
વિખૂટી પડેલી જેકલીન બગીચાની બહાર નીકળી રડતી રડતી તીન બતી ચોક વિસ્તારમાં પહોંચી
ચોકમાં ફરજ બજાવતા ટીઆરબીના બારોટ નિલેશ કુમાર અને મનીષ વાઘેલાની નજર આ રડતી બાળકી પર પડી
બાળકીને શાંત પાડી તેનું સરનામું પુછતા તે ડરીને કંઇ ન બોલી
WatchGujarat. પોરબંદરના ભોદર ગામમાં રહેતા તેમજ જેતપુરમાં સાસરું ધરાવતા ભાવેશભાઈ પરમાર બે દિવસ પહેલા પોતાની પત્ની હેતલબેન તેમજ 5 વર્ષીય પુત્રી જેકલીન સાથે જેતપુર આવ્યા હતાં. ત્યારે માતા સાથે આવેલી જેકલીન શહેરના સરદાર ગાર્ડનમાં ફરવા ગઈ હતી. દરમિયાન અચાનક વિખૂટી પડી જતા તે રડવા લાગી હતી. અને ટીઆરબી જવાન પાસે પહોંચી ગઈ હતી. જવાનોએ ચોંધાર આંસુએ રડતી બાળકીને સાંત્વના આપી તેણીનું તેણીના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ ભાવેશભાઈ અને તેના પત્ની હેતાલબેન બસ સ્ટેન્ડ નજીક આવેલા સરદાર ગાર્ડનમાં જેકલીનને ફરવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન જેકલીન ફરવામાં એટલી મશગુલ થઈ ગઈ કે બગીચાની બહાર ક્યાંક નીકળી ગઈ હતી. અને તેણીના માતા હેતલબેન હાંફળા ફાંફળા થઈ તેને શોધવા લાગ્યા હતા. બીજીતરફ બગીચાની બહાર નીકળી ગયેલી જેકલીન રડતી રડતી તીન બતી ચોક વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
જ્યાં ચોકમાં ફરજ બજાવતા ટીઆરબીના બારોટ નિલેશ કુમાર અને મનીષ વાઘેલાની નજર આ રડતી બાળકી પર પડતા બંનેએ તરત જ બાળકીને તેડી લઈ તેને પાણી પીવડાવી સાંત્વના આપી નામ, ઠામ પુછતાં બાળકી ગભરાટની મારી કંઈ બોલતી ન હતી. બાદમાં ટીઆરબીના આ બંને જવાનો બાળકીને સીટી પોલીસ સ્ટેશને લાવ્યા હતા. જ્યાં થોડીવાર બાદ બાળકીને શોધતા-શોધતા તેણીની માતા હેતલબેન અને નાના ત્યાં આવી પહોંચ્યા હતા.
માતાને જોઈને જેકલીન ખુશખુશાલ બની ગઈ હતી. અને દોડીને તેણીની માતાને ભેંટી પડી હતી. માં દીકરીનું આ મિલન જોઈ સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતાં. બાળકીને સુરક્ષિત જગ્યાએ લાવવા બદલ અને તેણીના પરિવારજનો સાથે મિલન કરાવવા બદલ આ બાળકીના માતા-પિતાએ ટીઆરબી જવાનોનો આભાર માન્યો હતો. અને લોકોએ આ જવાનોની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી.