• હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીમાં માત્ર રૂ. 10માં બ્લડ, 20માં યુરિન અને 800માં ફુલબોડી ચેકઅપ કરવામાં આવશે
  • શહેરના નામાંકિત ડોક્ટરો પણ આ હોસ્પિટલમાં સેવા આપે છે
  • હોસ્પિટલમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં જનરલ વોર્ડમાં પણ એસી સહિતની જરૂરી સુવિધાઓ છે.- દેવાંગ માંકડ

WatchGujarat. શહેરની મધ્યમાં આવેલા ઐતિહાસિક ગણી શકાય તેવા પંચનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા રાહતદરે સારવાર અને રિપોર્ટ કરતી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. આજે સીએમ રૂપાણીનાં હસ્તે આ હોસ્પિટલ માટે તૈયાર કરાયેલ નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું હતું. આ હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીમાં માત્ર રૂ. 10માં બ્લડ, 20માં યુરિન અને 800માં ફુલબોડી ચેકઅપ કરવામાં આવશે. સાથે જ માત્ર રૂપિયા 10માં સામાન્ય રોગો માટેની ઓપીડી સારવાર આપવામાં આવશે.

નોંધનીય છે કે, પંચનાથ હોસ્પિટલ ખાતે ગરીબ અને સામાન્ય વર્ગના લોકો માટે ટોકન દરે રિપોર્ટ તેમજ દવા પણ પણ આપવામાં આવે છે. અને શહેરના નામાંકિત ડોક્ટરો પણ આ હોસ્પિટલમાં સેવા આપે છે. ત્યારે હવે નવા બિલ્ડીંગમાં આધુનિક સાધનોથી સજ્જ પંચનાથ હોસ્પિટલમાં જટિલ રોગોની સારવાર પણ અત્યંત નજીવા દરે કરવામાં આવનાર છે. ત્યારે આ હોસ્પિટલ દ્વારા લોકોને હોસ્પિટલ ખર્ચમાં મોટી રાહત મળશે તે નિશ્ચિત છે.

પંચનાથ ટ્રસ્ટના દેવાંગ માંકડે જણાવ્યા મુજબ, હાલ આ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં જનરલ વોર્ડમાં પણ એસી સહિતની જરૂરી સુવિધાઓ છે. ઉપરાંત આધુનિક વેન્ટિલેટર સાથે જ આઈસીયું વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં ઓપરેશન થિયેટરને એન્ટી બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયા મુક્ત રહે તે રીતે નિર્માણ કરાયું છે. જેમાં પણ તમામ આધુનિક ઉપકરણો અને સર્જીકલ સાધનો ઉપલબ્ધ છે. અહીં સામાન્ય લોકોને પરવડે તેવા દરથી ગંભીર રોગોની સારવાર કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud