તાજેતરમાં એક સગર્ભા છાત્રા દ્વારા સૌરાષ્ટ્ર યુનિ.ના પ્રોફેસરની હેરાનગતિને લઈને SC -ST સેલમાં અરજી કરવામાં આવ્યાની ઘટના સામે આવી હતી
આજે પેપર પ્રિન્ટીંગમાં ભુલનો ગંભીર ગોટાળો સામે આવ્યો
મામલે નિરીક્ષકોને જાણ કરાતા યુનિવર્સિટીએ પેપર સુધરાવી આપ્યું
નેકની ટીમની મુલાકાત પહેલા ગંભીર છબરડો સામે આવતા યુનિ. તંત્રની પોલ ખુલ્લી પડી
WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈને કોઈ કારણોસર હંમેશા વિવાદમાં રહેતી હોય છે. તાજેતરમાં જ એક સગર્ભા છાત્રા દ્વારા પ્રોફેસરની હેરાનગતિને લઈને SC -ST સેલમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે યુનિવર્સિટીનો ગંભીર કહી શકાય તેવો ગોટાળો સામે આવ્યો છે. જેમાં BScના ફિઝિક્સ પેપરમાં બે પેઈજ કેમેસ્ટ્રીનાં આવતા છાત્રો મૂંઝાયા હતા. તેમજ આખરે આ બાબતને લઈ પેપર મોડું શરૂ થતાં 30 મિનિટનો સમય વધારવાની ફરજ પડી હતી.
આ અંગે જાણવા મળી રહેલી વિગતો મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BScની પરીક્ષા ચાલી રહી છે. જેમાં આજે ફિઝિક્સનું પેપર હતું. વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં બેઠા બાદ પેપર અપાયા હતા. પરંતુ તેમાં પેઇજ નં.3 અને 4માં કેમેસ્ટ્રી વિષયનું પેપર જોઈને વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. અને તરત જ નિરીક્ષકોને જાણ કરાઈ હતી. જેને પગલે બાદમાં યુનિવર્સિટીએ પેપર સુધરાવી આપ્યું હતું. આ માથાકૂટમાં પરીક્ષા મોડી શરૂ થતા 30 મિનીટ સમય વધારી આપવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક નિલેશ સોનીએ તો પોતાનો બચાવ જ કર્યો હતો. અને પેપર અમદાવાદથી પ્રિન્ટ થયું હોવાનું જણાવીને ભૂલ ત્યાં થયેલા પ્રિન્ટિંગ દરમિયાન થઈ હોવાનું જણાવીને જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા. અને જણાવ્યું હતું કે, ભૂલ ધ્યાને આવતા તરત જ પેપર સુધરાવી છાત્રોને 30 મિનિટનો સમય પણ વધારી આપવામાં આવ્યો છે. જો કે આ ઘટનાને કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશોને વિદ્યાર્થીઓને પડેલી આટલી મોટી અગવડ સામાન્ય ભૂલ લાગતી હોવાનું ઇન્ચાર્જ પરીક્ષા નિયામકે આપેલા આ જવાબમાં જણાયું હતું.
નોંધનીય છે કે ટૂંક સમયમાં નેકની ટીમ યુનિવર્સિટીની મુલાકાતે આવનાર છે. જેને લઈ કુલપતિ-ઉપકુલપતિની દેખરેખમાં રિનોવેશનનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે બહારના દેખાવ કરતા અંદરની બેદરકારીઓને દૂર કરવા સત્તાઘીશો ત્વરિત પગલાં ભારે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જો કે તેમની આ માંગ સતાધીશોનાં બહેરા કાને અથડાય છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે.