• જોશીમઢથી તપોવન વચ્ચે ચમોળી જિલ્લામાં તપોવન ખાતે વાદળ ફાટવાથી કે ગ્લેસિયરથી ભારે તબાહી મચી છે – શ્રીનગરથી જોશીમઢ જઇ રહેલ કૃષ્ણા ગોહેલે
  • ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે અફવાઓ નહિ માનવાની અપીલ કરી
  • હાલમાં મૈસુરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી

WatchGujarat. ઉત્તરાખંડમાં ડેમ તૂટવાની અસર રાજકોટ સુધી પહોંચી છે. અને અહીંથી હરિદ્વાર ગયેલા 50થી વધુ પ્રવાસીઓ પોન્ચયા આસપાસ હોવાની માહિતી મળી રહી છે. આ પૈકીનાં એક પ્રવાસી કૃષ્ણાબેન સાથે સંપર્ક થતા તેમણે ત્યાંની પરિસ્થિતિ અંગેની જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યા મુજબ હાલ તેઓ તો પોન્ચયામાં સુરક્ષિત છે. પરંતુ વીજળી ચાલી જતા સાવ અંધારપટ છવાયો છે. તેમજ હાલમાં મૈસુરી ટ્રેકિંગ કેમ્પમાં ગયેલા પ્રવાસીઓનો સંપર્ક થઇ રહ્યો નથી.

વધુમાં શ્રીનગરથી જોશીમઢ જઇ રહેલ કૃષ્ણા ગોહેલે જણાવ્યા મુજબ, જોશીમઢથી તપોવન વચ્ચે ચમોળી જિલ્લામાં તપોવન ખાતે વાદળ ફાટવાથી કે ગ્લેસિયરથી ભારે તબાહી મચી છે. ધૌલીગંગામાં ભારે પૂર આવ્યા છે. અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે અફવાઓ નહિ માનવાની અપીલ કરી છે. હાલ ડિઝાસ્ટર ટીમો દોડી ગઈ છે. શ્રીનગરથી 70 કિમિ દૂર પોન્ચયામાં સંપૂર્ણપણે અંધારપટ છે. અને પાવર પ્રોજેક્ટના 150 લોકો લાપત્તા હોવા ઉપરાંત 2 પૂલ તૂટી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.  હરિદ્વાર હાઇવે હાઈ એલર્ટ પર છે.  અને પાણીનો ફલો વધવા લાગ્યો હોઈ હરિદ્વાર, રિષીકેશમાં પાણી ઘૂસવાનો ભય હોવાની શક્યતાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરાખંડ ના ચમોલી તપોવન ખાતે સર્જાયેલી કુદરતી હોનારતમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ અને બચાવ રાહત તેમજ ઇજાગ્રસ્તોને  સારવારનો પ્રબંધ કરવાની વ્યવસ્થા માટે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને ઉત્તરાખંડ પ્રશાસન સાથે સંપર્ક કરી ત્વરાએ  કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપી છે. જેને લઈ ફંસાયેલા તમામ ગુજરાતીઓને જરૂરી મદદ પુરી પાડવા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud