• બપોર સુધીમાં જ વધુ 169 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 34,299 થયા
  • ગઇકાલે થયેલા 69 પૈકી માત્ર 21 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું
  • ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે કોવિડ ટેસ્ટીંગ સાથે જ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી

Watchgujarat. શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં જ વધુ 65 દર્દીઓનાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. સાથે ગઈકાલે સાંજથી આજે બપોર સુધીમાં નવા 169 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જો કે શહેરનાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે લાગતી એમ્બ્યુલન્સની લાઈનોમાં નોંધપાત્ર ઘટાડો થતા આરોગ્ય વિભાગ અને લોકોએ પણ થોડી રાહત અનુભવી છે.

જાણવા મળતી વિગતો અનુસાર, કોરોનાની સારવાર દરમિયાન તા. 1નાં સવારે 8 વાગ્યાથી આજે તા. 2નાં સવારે 8 વાગ્યા સુધીમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં શહેર – જીલ્લાના 65 દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે મોત અંગેનો આખરી નિર્ણય સરકાર દ્વારા નિમાયેલી ડેથ ઓડિટ કમિટી લેશે. ગઇકાલે થયેલા 69 પૈકી માત્ર 21 મૃત્યુ કોરોનાને કારણે થયાનું કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. હાલ શહેર-જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 226 બેડ ઉપલબ્ધ છે.

પોઝીટીવ કેસ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ બપોર સુધીમાં જ વધુ 169 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 34,299 થયા છે. ગઈકાલે 533 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ 29,810 થતા રિકવરી રેટ 87.34 ટકા થયો છે. નોંધનીય છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા શહેર – જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધારવાની સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે.

બીજીતરફ ચૌધરી હાઇસ્કુલનાં મેદાન ખાતે વાહનોની લાઈનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અને ગણ્યા ગાંઠ્યા વાહનો જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીઓને તેમના વાહનોમાં તપાસવામાં આવી રહ્યા છે. ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે કોવિડ ટેસ્ટીંગ સાથે જ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજન સહિતની જરૂરી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જોકે સૂત્રોએ જણાવ્યા મુજબ દર્દીઓ સા૨વા૨ માટે કતા૨માં હતાં. પરંતુ તેઓની મેડીકલ તપાસ ક૨ીને ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓને યુનિવર્સિટી ખાતેનાં કોવીડ કે૨ સેન્ટર ખાતે મોકલી દેવતા લાઈનો ઘટી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud