શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિડીયો મામલે ભાવિન ફીચડીયા અને બલરાજ સિંહ જાડેજાની ધરપકડ કરાઇ
વિડીયો 2018 માં શહેરનાં ક્રિસ્ટલ મોલ પાસે બનાવ્યો હોવાનું કબૂલ કર્યું
વિડીયો વાયરલ થતા તેમના કૃત્યથી લોકોને પડેલી હાલાકીનો ખ્યાલ આવ્યો
WatchGujarat. રવિવારે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રસ્તા વચ્ચે કાર ઉભી રાખી 'મેરા શહેર મેરી જાન મેરા રાજકોટ' ગીત પર બે નબીરા ડાન્સ કરતા જોવા મળી રહ્યા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં આ વિડીયો બનાવનાર બી. બી. જાડેજા અને ભાવિન ફીચડિયાની અટકાત કરી છે. તેમજ આ બંને યુવાનો પાસે જાહેર જનતાની માફી માંગતો વીડિયો પણ શેર કરાવ્યો છે. જેમાં બંનેએ આ વિડીયો 2018 માં શહેરનાં ક્રિસ્ટલ મોલ પાસે બનાવ્યો હોવાનું કબૂલ કર્યું છે.
https://youtu.be/piTGaBZydls
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે જે બંને લોકોની અટકાયત કરવામાં આવી છે. તેનું નામ ભાવિન ફીચડીયા અને બલરાજ સિંહ જાડેજા છે. આ બંનેએ માફી માગતો વીડિયો શેર કર્યો છે. તેમાં તેણે જણાવ્યું છે કે પોતે બીબી મ્યુઝિક નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. અને આ ચેનલમાં મુકવા માટે તેમણે વર્ષ 2018માં શહેરના કાલાવડ રોડ નજીક આવેલા ક્રિસ્ટલ મોલ પાસે આ વિડીયો બનાવ્યો હતો. જો કે હાલ વિડીયો વાયરલ થતા તેમના કૃત્યથી લોકોને પડેલી હાલાકીનો ખ્યાલ આવ્યો છે. અને આ માટે પોતે જાહેર જનતાની માફી માંગતા હોવાનું પણ બંનેએ જણાવ્યું છે.
જાણો શું હતો સમગ્ર મામલો
રાજકોટ શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ થયો હતો. આ વીડિયોમાં બે નબીરાઓ રાત્રિના સમયે મુખ્ય રસ્તા પર કાર ઊભી રાખી ટ્રાફિક સમસ્યા ઊભી કરી હતી. વાયરલ થયેલા વીડિયોમાં બંને યુવકો ડાન્સ કરી રહ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા. સાથે જ રસ્તાની વચ્ચોવચ કાર ઉભી રાખતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું.