• સામાન્ય માણસ બહાર નીકળે તો પોલીસ તેની સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરે છે
  • રામનાથપરા વિસ્તારમાં કરફ્યુ સમય દરમિયાન કેટલાક દારૂડિયાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા
  • જાગૃત નાગરિકે પૂછતાં દારૂડિયાએ દેશી દારૂનો આ જથ્થો કુબલિયાપરામાંથી લાવ્યો હોવાનું કબૂલ્યુ

WatchGujarat. ગુજરાત સરકારનાં આદેશ અનુસાર શહેર સહિતનાં ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલમાં છે. તેમજ રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. અને પોલીસ કરફ્યુ સહિત દારૂબંધીનો ચુસ્ત અમલ કરાતો હોવાનો દાવો કરી રહી છે. જોકે પોલીસનાં આ દાવાને પોકળ સાબિત કરતો વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દારૂડિયાઓને દારૂબંધી અને રાત્રી કરફ્યુની જરાય ચિંતા નથી. અને તેઓ ખુલ્લેઆમ કોથળીઓ લઈને ફરી રહ્યા છે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, વાયરલ થયેલો વિડીયો રામનાથપરા વિસ્તારનો છે. જેમાં કરફ્યુ સમય દરમિયાન કેટલાક દારૂડિયાઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. વીડિયોમાં જાગૃત નાગરિકે પૂછતાં દારૂડિયાએ દેશી દારૂનો આ જથ્થો કુબલિયાપરામાંથી લાવ્યો હોવાનું કબૂલ્યુ હતુ. જોકે બાદમાં કેમેરા હોવાનો અહેસાસ થતા જ ચાલતી પકડી હતી.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની મહામારીને લઈ શહેરમાં 11 વાગ્યે કર્ફયૂની અમલવારી શરૂ થઇ જાય છે. આ દરમિયાન સામાન્ય માણસ બહાર નીકળે તો પોલીસ તેની સાથે રીઢા ગુનેગાર જેવું વર્તન કરે છે. એટલું જ નહીં કર્ફ્યૂના સમયમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મળતી નથી. જો કે દારૂનાં વેચાણ પર કરફ્યુની કોઈ અસર નહીં હોવાનું વિડીયો દ્વારા સ્પષ્ટ થાય છે.

હાલમાં માસ્ક,સોશ્યલ ડિસટન્સ સહિતના મુદ્દે સામાન્ય માણસ પર પોલીસ દ્વારા દંડા ઉગામવામાં આવી રહ્યા છે. આવા સમયે પણ દેશી દારૂનો વેપલો બેરોકટોક કઈ રીતે ચાલી રહ્યો છે ? શું આ કાળો કારોબાર ખરેખર પોલીસનાં ધ્યાનમાં નથી કે પછી પોલીસની છુપી ઓથ હેઠળ જ આ કારોબાર ધમધમી રહ્યો છે ? શું પોલીસ આવા દારૂડિયાઓ સામે કાર્યવાહી કરશે ? સહિતના અનેક સવાલો આ વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud