રોબોટ નર્સ દર્દીનું ટેમ્પરેચર અને બ્લડ પ્રેશર માપવામાં પણ સક્ષમ.
રોબોટ નર્સ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ચુક્યા છે ટૂંક સમયમાં કાર્યરત કરાશે.
રાજકોટ. સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે ગુજરાત અને તેમાં પણ ખાસ રાજકોટ માટે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં હવે કોરોના દર્દીઓની સારવાર કરવામાં માટે રોબર્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. આ રોબોટ દર્દીઓને ચા-નાસ્તો, ભોજન અને દવાઓ પણ આપશે.
જાણવા મળતી વિગત મુજબ આ રોબોટ બનાવવાનું કાર્ય L&T કંપની દ્વારા કરવામાં આવ્યું છે. અને તેની તમામ દેખરેખ ગુજરાત CSR ઓથોરિટી દ્વારા રખાશે. મળતી માહિતી મુજબ ખાનગી કંપની દ્વારા સંચાલિત આ રોબોટ નર્સ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ચુક્યા છે. અને ટૂંક સમયમાં જ તેને કાર્યરત કરાતા હોસ્પિટલનાં સ્ટાફને મોટી મદદ મળશે.
ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ વખત શહેરની સિવિલનાં કોવિડ વોર્ડ માટે રોબોટ આવી ચુક્યા છે. જ્યાં તેની કામગીરીનો પ્રયોગ કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે, રોબોટ એક નર્સ જેવા તમામ કામો જેમકે તાવનું ટેમ્પરેચર કે બ્લડ પ્રેશર માપવામાં પણ સક્ષમ છે. આ સાથે જ દર્દીઓને જમવાનું અને દવાઓ પણ તેના દ્વારા આપવામાં આવનાર છે.