બે વર્ષ પહેલાં મોલમાં ખરીદી કરતાં કરતાં મહિલાને પુરુષનો ભેટો થયો હતો.
18 જાન્યુઆરી 2020ના રોજ મહિલા સામાન લઈને પ્રેમી પુરુષ સાથે રહેવા જતી રહી.
રાજકોટ. શહેરમાં પ્રેમ પ્રકરણનો એક અનોખો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં મોલમાં મળી મિત્રતા થયા બાદ ત્રણ સંતાનોની માતાએ એક યુવક સાથે મૈત્રી કરાર કરી લીધા હતા. જો કે 8 મહિના બાદ તેણી પતિ પાસે પરત આવી ગઈ હતી. અને પતિએ પણ તમામ જૂની વાત ભૂલીને તેને સ્વીકારી લીધી હતી. પરંતુ હવે પ્રેમી દ્વારા પતિને ફોનમાં મારી નાખવાની ધમકી અપાતા મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, સહકાર મેઈન રોડની ન્યુ રામેશ્વર સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરતા વિપુલ લાખાણીએ મોરબી રોડ પરની અક્ષરધામ સોસાયટીમાં રહેતા સાગર ગોસ્વામી સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, પોતે બે વર્ષ પહેલા પત્ની સાથે ડી માર્ટ મોલમાં ખરીદી કરવા ગયો હતો. ત્યારે સાગર સાથે મુલાકાત થતા નંબરની આપ લે કરી હતી. અને બાદ ઘરે આવ જા શરુ થઇ હતી.
બાદમાં તેની પત્ની પૂજા અને મારી પત્ની નીતા બંનેની મિત્રતા થતા બહારગામ સાથે ફરવા પણ જતા હતા. 1 સપ્ટેમ્બર 2019ના રોજ મારી પત્નીનો જન્મદિવસ હતો. ત્યારે હું ઘરે ગયો ત્યારે મારી દીકરીએ જણાવ્યું કે, સાગરકાકા કેક લઈને આવ્યા હતા. જેથી મેં મારી પત્નીનો મોબાઈલ ચેક કરતા ખભે હાથ રાખેલા બંનેના ફોટા જોવા મળ્યા હતા. જેથી મેં મારી પત્નીને આ બધું શું છે તેવું પૂછતાં તેણે મારી પાસેથી ફોન ઝૂંટવી લઇ ફોટા ડીલીટ કરી નાખ્યા હતા. ત્યારબાદ સાગરને ઘરે બોલાવી બધા સંબંધ પુરા કરી નાખ્યા હતા.
થોડા મહિનાઓ પછી 18 જાન્યુઆરી 2020ના રોજ હું સાંજે ઘરે આવ્યો ત્યારે પાડોશીએ કહ્યું કે, તમારી પત્ની નીતા બધો સામાન લઈને જતી રહી છે. જેથી ફોન કરતા પોતે રાજીખુશીશીથી ગઈ હોવાનું તેમજ ત્રણેય દીકરીઓને માતા પાસે મૂકી આવી હોવાનું કહ્યું હતું. હું અવારનવાર સાગર સાથેના સ્ટેટ્સ જોતો હતો અને મારી દીકરીઓ પણ વિડીયો કોલથી વાત કરતો હતો.
ગઈકાલે પત્નીએ ફોન કરી મારે મારી દીકરીઓનું મોઢું જોવું છે. હું સમાજમાં ક્યાંય મોઢું દેખાડવા લાયક નથી રહી તેમ કહીને 8 મહિના પછી ઘરે આવી હતી. તેની પાસેનાં દસ્તાવેજો જોતા 13 નવેમ્બર 2019ના તેણે મૈત્રી કરાર કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં સવારે સાગરે મને ફોન કરીને ઉશ્કેરાઈને ગાળો ભાંડી મારી પત્ની નીતા તારી પાસે આવી છે. તેમ કહી મારી નાખવાની ધમકી આપવા લાગ્યો હતો. હાલ તો વિપુલ લાખાણીની આ ફરિયાદને આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.