• બાંટવાનો ભીખુ અને ઢીચડાનો તાલાબ બંને કૂકડાં પર ભાવ લઇને હારજીતનો જુગાર રમાડતા
  • પોલીસે 25 વાહનો સહિત 14 લાખથી વધુના મુદામાલ સાથે 11ને ઝડપી લીધા
  • પશુઓની લડાઈ કરાવી વિકૃત આનંદ માણવાની સાથે જુગાર રમતા ઈસમોને જોઈને ચોંકી ઉઠી
#Rajkot #રાજકોટ - કુકડાઓને જાહેરમાં લડાવી રમાતા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, જાણો શું થયું પછી - Crime Branch Surgical Strike over Gambling on Rooster Fight
#Rajkot #રાજકોટ – કુકડાઓને જાહેરમાં લડાવી રમાતા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, જાણો શું થયું પછી – Crime Branch Surgical Strike over Gambling on Rooster Fight
રાજકોટ. સૌરાષ્ટ્ર જુગારનું હબ ગણાય છે. અને અહીં શકુનીઓ જુગાર રમવાના અવનવા ઉપાયો કરતા હોય છે. ત્યારે શહેરનાં લાલપરી તળાવ પાસે આવા જ એક અનોખા જુગાર પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી હતી. અહીં કુકડાઓને જાહેરમાં લડાવીને રમાતા વિચિત્ર જુગારને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે પોલીસે 25 વાહનો સહિત 14 લાખથી વધુના મુદામાલ સાથે 11ને ઝડપી લીધા છે. અને નાસી છુટેલા બાકીના આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેરનાં મોરબી રોડ નજીક લાલપરી નદી કાંઠે કુકડાઓને લડાવીને જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને લઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. તેમજ પશુઓની લડાઈ કરાવી વિકૃત આનંદ માણવાની સાથે જુગાર રમતા ઈસમોને જોઈને ચોંકી ઉઠી હતી. બીજીતરફ પોલીસને જોઈને જુગરીઓમાં નાસભાગ મચી ગઇ હતી.
જો કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે માનવતા વિહોણા બાંટવાના ભીખુ સામત ઉર્ફે ભાણા પરમાર, જામનગર જિલ્લાના ઢીચડાના સલમાન અનવર બેગાણી, તાલાબહુશેન પતાણી, કાસમ ઇસ્માઇલ ખફી, જૂનાગઢના ગોવિંદ હીરા મકવાણા, રાજકોટનાં રાયધન બાબુ સોલંકી, ખંભાળિયાનાં શબીર ઇસ્માઇલ ભગાડ, ઇમરાન હુશેન ગજણ, યુનુસ નુરમામદ સંઘાર, જામનગરનાં ઉત્તમ ચંદુ પરમાર અને અમદાવાદનાં સુનિલ વિજય ચુનારને પકડી પાડ્યા હતા. જ્યારે 10થી વધુ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
જાણો કઈ રીતે રમાડાતો હતો આ જુગાર 
પીએસઆઇ રબારીએ જણાવ્યું કે, બાંટવાનો ભીખુ અને ઢીચડાનો તાલાબ બંને કૂકડાં પર ભાવ લઇને આ હારજીતનો જુગાર રમાડતા હતા. તેઓ બે ગ્રૂપ પાડીને કૂકડાં ફાઇટનો જુગાર રમાડતા હતા. જેમાં મેદાનમાં મોટી રિંગ બનાવી તેમાં કૂકડાની ફાઇટ કરાવતા હતા. ફાઇટ શરૂ કરતા પહેલા બંને કૂકડાંઓની હારજીત પર રૂ.50થી રૂ.100 સુધીના ભાવ લેતા હતા. જો બેમાંથી કોઇ એક કૂકડો રિંગની બહાર નીકળી જાય કે રિંગની અંદર પડી જાય તે કૂકડાંને પરાજિત જાહેર કરવામાં આવતો હતો.
પોલીસે જુગારનો આ અખાડો ચલાવનાર ભીખુ અને તાલાબ પાસેથી રોકડા રૂ.20,720 કબજે કરી છે. આ ઉપરાંત 3 મુરઘાં, 16 ટુ વ્હિલર, 9 ફોર વ્હિલર અને 9 મોબાઇલ મળી કુલ રૂ.14,46,320નો મુદ્દામાલ કબજે કર્યો છે. મુરઘાંને પાંજરાપોળ ખાતે મોકલી અપાયા છે. આ સાથે જ પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા ઉપરાંત પશુ પ્રત્યે ઘાતકી વર્તન અટકાવવા માટેના કાયદાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

#Rajkot – Crime Branch Surgical Strike, 11 held over Gambling on Rooster Fight

Know more about Cock Fight

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud