• છેલ્લા 5 મહિનાથી યુદ્ધના ધોરણે કામગીરી કરી રહેલા રેમ્યા મોહન અનેક લોકોના સંપર્કમાં આવ્યા
  • તાજેતરમાં આરોગ્ય સચિવ જયંતી રવિ રાજકોટની મુકાલાતે હતા અને દરમિયાન અનેક મિટીંગો યોજાઇ હતી
  • રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી કોરોના પોઝીટીવ કેસો અને કોરોનાથી મૃત્યુ પામેલા કેસોમાં પ્રચંડ વધારો નોંધવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન

રાજકોટ. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે હવે ખુદ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા હડકંપ મચી ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમણે ડોક્ટરની સલાહ મુજબ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતા તેઓ હોમ આઈસોલેટ થયા છે. જો કે તેઓ પોતાના નિવાસસ્થાનેથી રૂટિન કામગીરી કરવાનું ચાલુ રાખશે.

રાજકોટમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો આવવાને કારણે તાજેતરમાં હેલ્થ સેક્રેેટરી જયંતી રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ શહેરની મુલાકાતે હતા. જયંતી રવિ સાથે રેમ્યા મોહને અનેક કોરોના પર કાબુ મેળવવાની સ્થિતીને લઇને અનેક મહત્વની મિટીંગો પણ યોજી હતી. દરમિયાન જયંતી રવિ સવારે માસ્ક વગર દેખાતા વિવાદ થયો હતો.

 

ઉલ્લેખનીય છે કે, રેમ્યા મોહન કોરોનાનાં કપરા કાળ વચ્ચે છેલ્લા પાંચ મહિનાથી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. અને આ દરમિયાન તેઓ અનેક લોકોના સંપર્કમાં પણ આવ્યા હતા. ત્યારે તેમને આ સંક્રમણ કંઈ રીતે થયું તે કહેવું તો લગભગ અશક્ય છે. પરંતુ હાલ તેમણે છેલ્લા સપ્તાહમાં પોતાના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની સલાહ આપી છે. જો કે ડોક્ટરોનાં જણાવ્યા મુજબ હાલ તેમની તબિયત સ્થિર છે. છતાં લીડર પોતે સંક્રમિત થતા સ્ટાફમાં ભારે ફફડાટ ફેલાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud