• “બીએએમએસ” ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિજય અજમલ ઠાકોરે કોઈ અગમ્ય કારણસર અહીંની પી.જી. બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું
  • ઓનલાઇન અભ્યાસ ચાલતો હોઈ તે અહીં હોય તેવી કલ્પના સત્તાધીશોને ન હતી

જામનગર. આર્યુવેદ યુનિવર્સિટીનાં વિદ્યાર્થીએ આજે યુનિવર્સિટીના બિલ્ડિંગ પરથી જ મોતની છલાંગ લગાવી લેતા તેનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. પ્રાથમિક તપાસમાં યુવક વિજય અજમલભાઈ ઠાકોર કચ્છનો રહેવાસી હોવાનું અને યુનિવર્સિટીમાં તબીબી કોર્ષનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે.

વિજય ઠાકોર આયુર્વેદ યુનિવર્સિટી ખાતે BAMSનો અભ્યાસ કરતો હતો. તેના આઈકાર્ડ પર જે સરનામું નોંધાયેલું છે તેના પરથી તે કચ્છના અંજાર તાલુકાનાં ભીમસરનો હોવાનું લાગી રહ્યું છે. જોકે વોલેટમાંથી મળેલા આધાર કાર્ડમાં સુરેન્દ્રનગર શહેરનું સરનામું નોંધાયેલું છે. બનાવ બાદ 108ની ટીમ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ આ પહેલા જ વિદ્યાર્થીનું મોત થઈ ચુક્યું હતુ. ઘટનાને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડો. અનુપ ઠાકરે ખૂબ દુઃખદ ગણાવી છે.

ડોક્ટર અનુપ ઠાકરે જણાવ્યુ હતુ કે, “બીએએમએસ” ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિજય અજમલ ઠાકોરે કોઈ અગમ્ય કારણસર અહીંની પી.જી. બિલ્ડિંગ પરથી પડતું મૂક્યું છે. હાલ ઓનલાઇન અભ્યાસ ચાલતો હોઈ તે અહીં હોય તેવી અમને કલ્પના પણ ન હતી. આ કેમ બન્યું તે તપાસ બાદ જ માલુમ પડશે. અમે આ અંગે પોલીસને જાણ કરી છે. અમારા તરફથી આ તપાસમાં પોલીસને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. સાથે જ તેણે કોલેજમાં લખાવેલા સરનામાંને આધારે અંજારનો નિવાસી હોવાની પુષ્ટિ પણ તેમણે કરી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી અને અપઘાતનું કારણ જાણવા પૂછપરછનો દોર શરૂ કર્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud