જૂનાગઢ ખાતે કલેક્ટર કચેરીની જમીન શાખામાં અરજદારની જમીન બિનખેતી કરવા તેમણે લાંચ માંગતા ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવાઇ
કચ્છમાં બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ખેડૂત પાસેથી રૂપિયા 12 હજારની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયો
એ.સી.બી. ના સપાટાને કારણે લાંચીયા બાબુઓમાં ફફડાય
જૂનાગઢ : કલેકટર કચેરીની જમીન શાખાના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા છે. એક અરજદારની જમીન બિનખેતી કરવા તેમણે લાંચ માંગી હતી. જોકે અરજદારની ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવતાં નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાઈ ગયા હતા. નાયબ મામલતદાર પાસેથી ACB ને લાંચનાં એક લાખ અને અન્ય રોકડ રકમ પણ મળી આવી છે. જેને લઈ ACB એ વધુ તપાસ હાથ ધરી નાયબ મામલતદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ એક વ્યક્તિએ પોતાની માલિકીની જમીન પર ધંધો કરવા માટે કારખાનું કરવું હોય અને અન્ય કોમર્શિયલ ઉપયોગ કરવાનો હોય તેને બિનખેતી કરાવવા ઓનલાઈન અરજી કરી હતી. આ અરજી અન્વયે બાદમાં તેમણે કલેક્ટર કચેરીની જમીન શાખાના વર્ગ 3 કર્મચારી નાયબ મામલતદાર જગદીશ ગોપાલભાઈ મકવાણા સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. જેમાં નાયબ મામલતદારે તેમને ચોરસ મીટર દીઠ 30 રૂપીયા લેખે વહીવટ કરવો પડશે તેમ જણાવીને લાંચ માંગી હતી.
અને 30 રૂપીયા ચોરસ મીટર દીઠ બિનખેતી કરવાની કુલ જમીન માટે રૂપીયા 3.90 લાખની રકમ લાંચ પેટે આપવાની હતી. બાદમાં અનેક રકજક પછી ત્રણ લાખ રૂપીયામાં વહીવટ કરવો પડશે જેમાં એક લાખ પહેલા અને બાકીનાં બે લાખ કામ પતી ગયા પછી આપવાનું નક્કી થયું હતું. આ અંગે અરજદારે ACB માં ફરીયાદ કરી હયી.
ફરિયાદને આધારે ACB મદદનીશ નિયામક બી.એલ. દેસાઈના સુપરવિઝનમાં પી.આઈ. એમ.એ.વાઘેલા સહીતના સ્ટાફ દ્વારા ટ્રેપ ગોઠવી હતી. જેમાં નાયબ મામલતદાર જે. જી. મકવાણા લાંચની એક લાખની રકમ સાથે રંગેહાથ ઝડપાયા છે. તપાસ દરમિયાન લાંચની રકમ ઉપરાંત અન્ય દોઢ લાખની રકમ પણ તેના ટેબલમાંથી મળી આવતાં તે દિશામાં પણ ACB એ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ખેડૂત પાસેથી 12 હજારની લાંચ લેતા ઝડપાયો
બીજીતરફ કચ્છમાં બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ખેડૂત પાસેથી રૂપિયા 12 હજારની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયો છે. હર્ષદ કણજરીયા નામના આ અધિકારીએ એક ખેડૂતની સરકાર તરફથી મંજુર થયેલી સહાય ચૂકવવા માટે લાંચની માંગણી કરી હતી. આ અંગે જાગૃત નાગરિીકે જાણ કરતા ACB એ ટ્રેપ ગોઠવી હતી. જેમાં આ લાંચીયો અધિકારી આબાદ ઝડપાઇ ગયો છે. હાલ ACB દ્વારા તેના પર
- જૂનાગઢ ખાતે કલેક્ટર કચેરીની જમીન શાખામાં અરજદારની જમીન બિનખેતી કરવા તેમણે લાંચ માંગતા ACB માં ફરીયાદને લઈને ટ્રેપ ગોઠવાઇ
- કચ્છમાં બાગાયત ખેતીવાડી વિભાગનો અધિકારી ખેડૂત પાસેથી રૂપિયા 12 હજારની લાંચ લેતા ACB નાં હાથે ઝડપાયો
- એ.સી.બી. ના સપાટાને કારણે લાંચીયા બાબુઓમાં ફફડાય