• પાતાપુરના ખેડૂતોના ખેતરના ફુલોની ખુશ્બુ આખા ગુજરાતમાં પ્રશરે છે
  • 50 રૂપિયાના ફુલના વેચાણથી શરૂ કરેલ ફુલની ખેતી આજે પ્રતિદીન 5 થી 20 હજારના ફુલોના વેચાણ સુધી વિસ્તરી

જૂનાગઢ. જૂનાગઢ અમદાવાદ,જૂનાગઢ-વડોદરા, જૂનાગઢ-સુરત એસટી બસના આ રૂટમાં પાતાપુરના ખેડૂતના ખેતરના તાજા ફુલો અને મહેક ગુજરાતના મેટ્રો સીટીની ફુલ બજારમાં અને હોલ શેલ વેપારીઓ પાસે પહોંચે છે. પાતાપુરના ખેડૂતના ખેતરની ખુશ્બુ મેટ્રોસીટીમાં પ્રસંગો મંદિરોની શોભા બને છે.

30 વર્ષ પહેલા 50 રૂપિયાના ફુલના વેચાણથી પાતાપુરના મથુરભાઇ કોટડીયાએ શરૂ કરેલ ફુલની ખેતી આજે પ્રતિદીન રૂ. 5 થી 20 હજારના ફુલોના વેચાણ સુધી પહોંચી છે. જૂનાગઢ પાસે પાતાપુર ગામે આવેલ છે. ત્યાં મથુરભાઈએ પોતાની 35 વીઘા પૈકી 30 વીઘામાં વિવિધ જાતના ગુલાબ, નરગીસ, કામીની, સેવંતી, ગોલ્ડન સહિતના ફુલોની ખેતી કરે છે. મથુરભાઇ મેટ્રોસીટી સાથે જ્યાં પણ ફુલની ડિમાન્ડ હોય માર્કેટ હોય ત્યાં પોતાના ફુલ પહોંચાડે છે. ગુલાબ સહિતના ફુલો મથુરભાઇને વીઘે 50 થી 60 હજારની આવક રળી આપે છે. 30 વીઘા ફુલની ખેતીથી તેમને વાર્ષીક રૂ. 15 થી 17 લાખની આવક થાય છે.

30 વર્ષ પહેલા જૂનાગઢ પાસેના પાતાપુર ગામના ખેડૂત મથુરભાઇ કોટડીયાને પરંપરાગત ખેતીના બદલે કાંઇક નવું કરવાનો વિચાર આવ્યો. એમના આ વિચારે આંબા, ચીકુ, સીતાફળ અને ફુલની ખેતી કરવા તરફ પ્રેર્યા થોડા વર્ષોના અનુભવ બાદ તેમને ફુલની ખેતી માફક આવતા પોતાના ખેતરના ફુલ જૂનાગઢ ખાતે દુકાન શરૂ કરી વેચવાની શરૂઆત કરી ખેડૂત બાદ ફુલનુ જાતેજ વેચાણ કરવાની તેમની આ સફર ખુબ સફળ થઇ હતી. આત્માના સભ્ય રહી ચુકેલા મથુરભાઇએ કહ્યું કે, મે મારી જમીનને 3 ભાગમાં વહેંચી છે. વિવિધ જાતના રોપા ઉછેરી નર્સરી બનાવી છે. થોડી જમીન વિવિધ અખતરા માટે રાખી છે અને બાકીની જમીનમાં ફુલની ખેતી કરી છે. અમે કાળી શેરડી જે બેગ્લોરથી આવે છે તે પણ દોઢ વીઘામાં વાવી છે. પરિવર્તન લાવવા ખુબ મહેનત કરવી પડે છે. ફુલ ઉતારવા મજુર ના આવે તો પહેલી સવારે ફુલ પણ જાતે જ ઉતારી લઇએ છીએ.

મથુરભાઇએ સ્વાભાવિકતાથી કહ્યું કે, વ્યવહાર અને વેપાર સાથે ન થાય આજે મને ફુલની ખેતી વિઘે 50 થી 60 હજારની આવક આપે છે. પરંતુ એની પાછળ જિંદગીનો સંઘર્ષ છે. માર્કેટ શોધવું સમયસર ફુલો પહોંચાડવા બાકી ફુલો ફેંકી દેવા પડે. વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવો. આ બધામાંથી પાર ઉતરવા જાત મહેનત જીંદાબાદ કરી છે. ખુબ સંઘર્ષ બાદ ખેતીને નફાકારક બનાવી છે. મારી તમામ જમીનમાં ડ્રીપ ઇરીગેશન છે. જેમાં નવી સિસ્ટમ આવી તે રેઇન ડ્રીપ ગોઠવી છે. પાણીના ટીપે ટીપાનો ઉપયોગ ફુલના છોડની જાળવણી આ બધામાં જાત રેડી છે.

 

તેમના ખેતરની બાજુમાંથી નિકળતા જ દેશી વિલાયતી ગુલાબ,નરગીસ, ગોલગોટા, કામીની, ગાદલીયો, સેવંતી સહિતના ફુલોની સુગંધથી તન અને મનને તાજગીથી ભરી દે છે. તેઓ 10 થી વધુ શ્રમીકોને નિયમીત રૂપે રોજગારી પણ પુરી પાડે છે. 65 વર્ષીય મથુરભાઇ યુવાનની જેમ ખેતીકાર્યો કરે છે. આજે તેમના પુત્રો માર્કેટીંગ સાથે ખેતી અને ફુલની ખેતી સંભાળે છે. પરંતુ પાતાપુરના ખેડૂતના ખેતરની ખુશ્બુ મહેકે છે. તે અથાક સંઘર્ષ અને પરીશ્રમનું પરિણામ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud