કેશોદનાં ભરડીયા વિસ્તારમાં કેશોદ અને શીલ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાખો રૂપિયાની કિંમતનાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું
સ્થાનિક મહિલાઓનું ટોળાએ ફૂટેલી બોટલોથી જમીનમાં ભરાયેલા દારૂના ખાબોચીયામાંથી આ મહિલાઓએ તપેલા અને બોટલો ભરી લીધી
મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે, અમારા છોકરાઓને શરદી થઈ છે. એટલે છાતીએ લગાડવા આ દારૂ લીધો છે.
જૂનાગઢ : અમુક ચોક્કસ સમય મર્યાદા બાદ પોલીસે ઝડપેલા વિદેશી દારૂનો નાશ કરવામાં આવતો હોય છે. જે અંતર્ગત આજરોજ કેશોદનાં ભરડીયા વિસ્તારમાં કેશોદ અને શીલ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાખો રૂપિયાની કિંમતનાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. દરમિયાન સ્થાનિક મહિલાઓ બોટલો અને બેડાં લઈને ત્યાં આવી પહોંચી હતી. અને તેમણે રીતસર દારૂની લૂંટ ચલાવી હતી.
[embed]https://twitter.com/WatchGujarat/status/1308348711131467778?s=19[/embed]
જાણવા મળતી વિગત મુજબ કેશોદ અને શીલ પોલીસ દ્વારા પકડાયેલાં રૂપિયા 74 લાખની કીંમતનાં વિદેશી દારૂનો ભરડીયા ખાતે નાશ કરાયો હતો. જેમાં દારૂની બોટલો ગોઠવીને અધિકારીઓની હાજરીમાં તેના પર બુલડોઝર ફેરવાયું હતું. બાદમાં પોલીસ અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે થોડીવારમાં સ્થાનિક મહિલાઓનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું. તેમજ ફૂટેલી બોટલોથી જમીનમાં ભરાયેલા દારૂના ખાબોચીયામાંથી આ મહિલાઓએ તપેલા અને બોટલો ભરી લીધી હતી. એટલું જ નહીં કન્ટેનરમાંથી જે દારૂ ઢોળાતો હતો તેને પણ બોટલમા ભરીને લૂંટ ચલાવી હતી.
આ મહિલાઓને દારૂ શા માટે લઈ જાવ છો ? પુછાતા તેમણે રસપ્રદ જવાબો આપ્યા હતા. જેમાં મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે, અમારા છોકરાઓને શરદી થઈ છે. એટલે છાતીએ લગાડવા આ દારૂ લીધો છે. તેમના આ જવાબમાં કેટલી સચ્ચાઈ છે તે તો આપણે સૌકોઈ સારી રીતે જાણીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે કે, વિદેશી દારૂના નાશ બાદ આવેલી મહિલાઓને પોલીસે શા માટે રોકી કેમ નહીં હોય ? જો કે સૂત્રોના કહેવા મુજબ બુલડોઝર ફેરવ્યા બાદ તરત જ અધિકારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
- કેશોદનાં ભરડીયા વિસ્તારમાં કેશોદ અને શીલ પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લાખો રૂપિયાની કિંમતનાં વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવ્યું
- સ્થાનિક મહિલાઓનું ટોળાએ ફૂટેલી બોટલોથી જમીનમાં ભરાયેલા દારૂના ખાબોચીયામાંથી આ મહિલાઓએ તપેલા અને બોટલો ભરી લીધી
- મહિલાઓ દ્વારા જણાવાયું હતું કે, અમારા છોકરાઓને શરદી થઈ છે. એટલે છાતીએ લગાડવા આ દારૂ લીધો છે.