• પ્રોહીબીશનનાં કેસમાં આરોપીને ધમકાવી હેડ કોન્સ્ટબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ રૂ 1 લાખની માંગણી કરી હતી.
  • ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોવાથી આ અંગે એસીબીમાં ફોન કરી ફરિયાદ નોંધાવી
  • હેડ કોન્સ્ટબલ કિરીટસિંહ ઝાલાએ તેના વચેટિયા પ્રવીણ ખોડાભાઈ બાંભવાને સિંધાવદર અણદાબાપા દેરી પાસે આવેલ ન્યુ બ્રાંડ લૂક રેડીમેઈડ સ્ટોર ખાતે લાંચની રકમ લેવા મોકલ્યો
  • એસીબી ટીમે છટકું ગોઠવ્યું હોવાથી પ્રવીણ 50 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો


મોરબી.  વાંકાનેરના હેડ કોન્સ્ટબલે પ્રોહીબીશન મુદ્દે રૂ. 50 હજારની લાંચની માંગ કરી હતી. સમગ્ર મામલે એસીબીને ફરિયાદ થતા મોરબી એસીબી ટીમે ટ્રેપ ગોઠવી હતી. જેમાં હેડ કોન્સ્ટબલ વતી લાંચ લેતો વચેટીયો ઝડપાયો હતો. જો કે હેડ કોન્સ્ટબલ ફરાર થતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી છે.

સત્તાવાર જાણવા મળતી વિગતો અનુસાર, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહીબીશનનાં કેસમાં આરોપીને ધમકાવી હેડ કોન્સ્ટબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ રૂ 1 લાખની માંગણી કરી હતી. અને રકઝક બાદ 75 હજાર આપવાનું નક્કી થયું હતું. જેમાં 25 હજાર આપ્યા બાદ વધુ 50 હજાર આપવાનું નક્કી થયું હતું.

કિરીટસિંહ નટવરસિંહ ઝાલા , હેડ કોન્સ્ટબલ

જોકે ફરિયાદી રૂપિયા આપવા માંગતો ન હોવાથી આ અંગે એસીબીમાં ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. જેથી એસીબીનાં મદદનીશ નિયામક એ. પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ પ્રવીણ ગઢવીની ટીમે ટ્રેપ ગોઠવી હતી. જેમાં હેડ કોન્સ્ટબલ કિરીટસિંહ ઝાલાએ તેના વચેટિયા પ્રવીણ ખોડાભાઈ બાંભવાને સિંધાવદર અણદાબાપા દેરી પાસે આવેલ ન્યુ બ્રાંડ લૂક રેડીમેઈડ સ્ટોર ખાતે લાંચની રકમ લેવા મોકલ્યો હતો.

જો કે એસીબી ટીમે છટકું ગોઠવ્યું હોવાથી પ્રવીણ 50 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતો. જયારે મામલો એસીબીમાં પહોંચ્યાની જાણ થતાં જ હેડ કોન્સ્ટબલ નાસી ગયો હતો. હાલ એસીબી ટીમે 50 હજારની રોકડરકમ રીકવર કરી વચેટિયાને દબોચી લીધો છે. જયારે હેડ કોન્ટેબલ ફરાર થતા તેની સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud