• લોકશાહી પર્વ ચુંટણીમાં તમામ પ્રકારના લોકોએ ભાગ લીધો
  • એક 85 વર્ષીય વૃદ્ધાએ માંડ ચાલી શકતા હોવા છતાં પોતે મતદાન મથકે પહોંચી કિંમતી મત આપ્યો હતો.
  • ચંદુભાઈએ પહેલા તેમના પત્નીની અંતિમવિધિ પતાવી હતી. અને બાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા

મોરબી. ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર આજે પેટા ચૂંટણી ચાલી રહી છે. ત્યારે જ મતદાનનું મહત્વ સમજાવતા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક કિસ્સામાં પત્નીની અંતિમવિધિ પૂર્ણ કરીને પતિએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અન્ય એક 85 વર્ષીય વૃદ્ધાએ માંડ ચાલી શકતા હોવા છતાં પોતે મતદાન મથકે પહોંચ્યા હતા. અને પોતાનો કિંમતી મત આપ્યો હતો. આ સિવાય અન્ય એક નવોઢાએ પણ મતદાન કર્યું હતું.

મળતી માહિતી પ્રમાણે બગસરાના વતની ચંદુભાઈ ભગાભાઈ અખિયાણીના પત્નીનું અકસ્માતમાં નિધન થયું હતું. જેને પગલે ચંદુભાઈએ પહેલા તેમના પત્નીની અંતિમવિધિ પતાવી હતી. અને બાદમાં તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી પહોંચ્યા હતા. ચંદુભાઈની સાથે સાથે તેમના પુત્રએ પણ મતદાન કર્યું હતું. એટલું જ નહીં, ચંદુભાઈએ અન્ય લોકોને પણ પરિવાર સાથે મતદાન કરવા માટે અપીલ કરી હતી.

તો મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તારમાં 85 વર્ષના વાલીબેન ભીમાણી પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. માંડ ચાલી શકતા હોવા છતાં તે શહેરનાં પટેલ કન્યા છાત્રાલય ખાતે પહોંચ્યા હતા. અને મતદાન ન કરતા મતદારોને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત જાગૃતિબેન રમેશભાઇ મકવાણા નામની યુવતિનાં આજે લગ્ન હોવા છતાં મતદાન કર્યું હતું. એટલું જ નહીં ઓઝલ પ્રથામાં રહેતી મહિલાઓ પણ મતદાન કરવા પહોંચી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud