સામાન્ય બાબતે પુત્રએ માતા અને તેની સગી બેનને ધારદાર હથિયારના ઘા મારી પતાવી દીધાનું સામે આવતા અરેરાટી મચી ગઇ
હત્યારો પુત્ર ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છુટયો
પરિવારના ઝગડામાં આરોપી ભાઈ ધારદાર ધારિયું હાથમાં લઇ માતા અને બેન પર તૂટી પડ્યો
મોરબી. શહેરમાં સબંધોની હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સામાન્ય બાબતે પુત્રએ માતા અને તેની સગી બેનને ધારદાર હથિયારના ઘા મારી પતાવી દીધાનું સામે આવતા અરેરાટી મચી ગઇ છે. હત્યારો પુત્ર ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છુટયો હતો. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં તેને ઝડપી લીધો છે. પ્રાથમિક તપાસમાં જમવાનું બનાવવા જેવી મામુલી વાતમાં દેવશીએ ખૂની ખેલ ખેલ્યો હોવાનું સામે આવતા અરેરાટી ફેલાઈ છે.
હૈયું હચમચાવતી આ ઘટનાની જાણવા મળતી વિગત મુજબ, જીકીયારી ગામે રહેતા દેવશીભાઈ ભાટિયાને ગતરાત્રે માતા કસ્તુરબેન તેમજ બહેન સંગીતા સાથે રસોઈ બનાવવા મુદ્દે બોલાચાલી થઇ હતી. બંનેએ રસોઈ નહી બનાવી હોવાથી દેવશી ગુસ્સે થયો હતો. અને ઉશ્કેરાઈ જઈ ધારદાર હથીયારથી હુમલો કર્યો હતો. આરોપી ભાઈ ધારદાર ધારિયું હાથમાં લઇ માતા અને બેન પર તૂટી પડ્યો હતો.
જેમાં બંન્નેને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જોત જોતામાં માતા અને બેન ત્યાં જ લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યા હતા. બનાવને અંજામ આપીને આરોપી દેવશી નાશી ગયો હતો. જો કે મૃતક કસ્તુરબેનના ભત્રીજાએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી બંને મૃતદેહ કબજે કર્યા છે. અને આરોપી સામે ડબલ મર્ડરનો ગુનો નોંધીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. આ બનાવના પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.