કોઈપણ મંજૂરી કે માન્ય ડીગ્રી વિના કોરોનાનાં દર્દીની સારવાર કરતો એક BHMS ડોક્ટર ઝડપાયો
ડોક્ટર રૂ. 5400નાં ઈન્જેકશનનાં રૂ. 7000 વસુલતો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
શુભમ ક્લિનિકનાં ડોક્ટર દિપક ગઢીયા BHMS હોવા છતાં કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા હતા
ઈમ બ્રાન્ચે દર્દીનાં એપાર્ટમેન્ટ પર વોચ ગોઠવી હતી. અને દર્દીનાં ઘરે આવતા જ આ ડોક્ટરની અટકાયત કરીને દર્દી પાસેથી ઈન્જેકશનની ખાલી શીશી પણ કબ્જે કરી
રાજકોટ : શહેરમાં કોઈપણ મંજૂરી કે માન્ય ડીગ્રી વિના કોરોનાનાં દર્દીની સારવાર કરતો એક BHMS ડોક્ટર ઝડપાયો છે. એટલું જ નહીં આરોપી ડો. દિપક ગઢીયા પાસેથી રેમડેસીવીર ઈન્જેકશન પણ મળી આવ્યા છે. હાલ પોલીસે ડોક્ટર સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા ખાનગી હૉસ્પિટલનાં મેડિકલ સુપરવાઈઝર અને દવાની દુકાનમાં કામ કરતા શખ્સની પણ અટકાયત કરી છે. ડોક્ટર રૂ. 5400નાં ઈન્જેકશનનાં રૂ. 7000 વસુલતો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ નજીકનાં એપાર્ટમેન્ટનાં ચોથા માળે રહેતા તુષાર ભેંસદડીયાનાં માતા ધીરજબેન કોરોના હોવાથી હોમ ક્વૉરન્ટાઇન છે. અને શુભમ ક્લિનિકનાં ડોક્ટર દિપક ગઢીયા BHMS હોવા છતાં તેમની સારવાર કરી રહ્યા છે. આ દરમિયાન ડોક્ટરે રેમડેસીવીર ઈન્જેકશનનાં વધુ રૂપિયા વસુલ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાન્ચે દર્દીનાં સગા-સંબંધીની પૂછપરછ કરતા આરોપી ડોક્ટરે કોરોના દર્દીની સારવાર કરી હોવાનું અને ઈન્જેકશનનાં 3 ઈન્જેકશનનાં રૂ. 21 હજાર સહિત કુલ રૂ. 30 હજાર લીધાની સાબિતી પણ મળી હતી. જેને લઈને ક્રાઈમ બ્રાન્ચે દર્દીનાં એપાર્ટમેન્ટ પર વોચ ગોઠવી હતી. અને દર્દીનાં ઘરે આવતા જ આ ડોક્ટરની અટકાયત કરીને દર્દી પાસેથી ઈન્જેકશનની ખાલી શીશી પણ કબ્જે કરી હતી.
ડોક્ટર દિપકની પૂછપરછમાં તેણે ઈન્જેકશન નીલકંઠ કોવિડ હૉસ્પિટલનાં મેડિકલ સુપરવાઈઝર મુકેશભાઈ રાઠોડ પાસેથી મેળવ્યા હોવાનું કબુલ્યું હતું. પોલીસે મુકેશભાઈની પૂછપરછ કરાતા તેમણે આ ઈન્જેકશન નીલકંઠ હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાં કામ કરતા પંકજ દોમડીયા પાસેથી રૂ. 5400માં લીધાનો સ્વીકાર કર્યો હતો. જેને પગલે હાલ ક્રાઇમ બ્રાંચે ત્રણેયની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
- કોઈપણ મંજૂરી કે માન્ય ડીગ્રી વિના કોરોનાનાં દર્દીની સારવાર કરતો એક BHMS ડોક્ટર ઝડપાયો
- ડોક્ટર રૂ. 5400નાં ઈન્જેકશનનાં રૂ. 7000 વસુલતો હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું
- શુભમ ક્લિનિકનાં ડોક્ટર દિપક ગઢીયા BHMS હોવા છતાં કોરોનાના દર્દીની સારવાર કરી રહ્યા હતા
- ઈમ બ્રાન્ચે દર્દીનાં એપાર્ટમેન્ટ પર વોચ ગોઠવી હતી. અને દર્દીનાં ઘરે આવતા જ આ ડોક્ટરની અટકાયત કરીને દર્દી પાસેથી ઈન્જેકશનની ખાલી શીશી પણ કબ્જે કરી