• મોરબીમાં રહેતા અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાન ધરાવતા જયદીપ બદ્રકિયા અને નિલેશ ઉટવડીયા પાસેથી રૂ. 1.73 કરોડ રોકડા મળ્યા
  • બન્ને વેપારીઓ આ રકમ ખેડૂતોને ચૂકવવા માટે લઈ જતા હોવાનું જણાવ્યું
  • રોકડ રકમ શંકાસ્પદ લાગતાં ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા બંને વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી

રાજકોટ. કુવાડવા રોડ પોલીસે મોરબીના બે વેપારીને રૂપિયા 1.73 કરોડની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે હવે આ અંગેની તપાસ ઈન્કમટેક્સ વિભાગને સોંપવામાં આવી છે. આ રોકડ રકમ શંકાસ્પદ લાગતાં ઈન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા બંને વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જેનો રિપોર્ટ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના ખેરવા ગામની ચેકપોસ્ટ પાસે કુવાડવા પોલીસે ચેકિંગ દરમિયાન રૂપિયા 1.73 કરોડની રોકડ રકમ સાથે બે વેપારીઓને ઝડપી લીધા હતા. આ અંગે પુછપરછ કરતા તેઓએ તેમની ખેતપેદાશો માટે ખેડૂતોને રૂપિયા ચૂકવવાના હોવાની વાત જણાવી હતી. જો કે બંને પાસે કોઈ ચોક્કસ પુરાવા ન હોઇ ઈન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવી હતી.

મોરબીમાં રહેતા અને ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાન ધરાવતા જયદીપ બદ્રકિયા અને નિલેશ ઉટવડીયા આ બંને વેપારીઓની ઈન્કમટેક્સની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં બન્ને વેપારીઓ આ રકમ ખેડૂતોને ચૂકવવા માટે લઈ જતા હોવાનું જણાવ્યું હતું. પરંતુ આ વાત ઈન્કમટેકસ વિભાગને પણ ગળે ન ઉતરતા હિસાબો મંગાયા છે. જેની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇન્કમટેક્સ વીંગ કમિશ્નર મુકેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે, હાલ તો આ બંને વેપારીઓના સ્ટેટમેન્ટ લેવાઈ રહ્યા છે. જેમાં તેઓ રૂપિયા ખેડૂતોને આપવાના હોય તેવી વાત કરતા રકમ ક્યાંથી આવી તે માટે હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. થોડા વખતમાં તેનો રિપોર્ટ તૈયાર થશે. અને ત્યારબાદ આ કરોડો રૂપિયાની રકમ હિસાબી છે કે બિનહિસાબી ? તે અંગેની સ્પષ્ટ જાણકારી મળી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud