મગફળી અને કૃષિ સહાયના ઓનલાઇન રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરી હડતાળ પર ઉતરનારા વિલેજ કોમ્યુપ્ટર ઓપરેટરો (VCE) સામે તંત્રએ આકરૂ વલણ અપનાવ્યું
હવે રજીસ્ટ્રેશન નહીં કરનારા કોન્ટ્રાકટરોના સ્થાને અન્યની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
રજીસ્ટ્રેશનની કામગીરીમાં નહી જોડાનારા હડતાલીયા કોમ્પ્યુટર ઓપરેટરોને હાંકી કાઢી તેમની જગ્યાએ નવા ઓપરોટરોની ભરતી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી
રાજ્કોટ : રાજયભરમાં મગફળી અને કૃષિ સહાયના ઓનલાઇન રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરી હડતાળ પર ઉતરનારા વિલેજ કોમ્યુપ્ટર ઓપરેટરો (VCE) સામે તંત્રએ આકરૂ વલણ અપનાવ્યું છે. અને હડતાલીયા વિલેજ કોમ્યુટર ઓપરેટરોને છુટ્ટા કરવા માટે ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીએ આદેશો આપી દીધા છે. જેને પગલે હવે રજીસ્ટ્રેશન નહીં કરનારા કોન્ટ્રાકટરોના સ્થાને અન્યની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
ગત તારીખ 1 ઓક્ટોબરથી સમગ્ર જિલ્લામાં મગફળી અને કૃષિ સહાયનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થયાની પૂર્વે જ બાકી કમિશન સહીતના મુદ્દે વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ કામનો બહિષ્કાર કર્યો હતો. પાંચ-પાંચ દિવસ રજીસ્ટ્રશેનના કામનો બહિષ્કાર કરી હડતાલ પર ઉતરેલા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોની મુશ્કેલી નિવારવા અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સમયસર ચાલે તે માટે તંત્રએ આકરૂ વલણ અપનાવ્યું છે.
ડેપ્યુટી ડીડીઓ ગોહીલનાં જણાવ્યા મુજબ, તેમણે તાલુકા વિકાસ અધિકારીને એક ઓર્ડર મોકલી દીધો છે. જેમાં રજીસ્ટ્રેશનની કામગીરીમાં નહી જોડાનારા હડતાલીયા કોમ્પ્યુટર ઓપરેટરોને હાંકી કાઢી તેમની જગ્યાએ નવા ઓપરોટરોની ભરતી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અને તાલુકા વિકાસ અધિકારીએ જિલ્લાના 400 થી વધુ VCE કામે ન ચડે તો તેનો કોન્ટ્રાકટ રદ કરી તેના સ્થાને નવા કોન્ટ્રાકટરોને મુકવા ગ્રામ પંચાયતના સરપંચને સુચના આપી દીધી હોવાનું પણ તેમણે કહ્યું છે.
- મગફળી અને કૃષિ સહાયના ઓનલાઇન રજીસ્ટ્રેશનનો બહિષ્કાર કરી હડતાળ પર ઉતરનારા વિલેજ કોમ્યુપ્ટર ઓપરેટરો (VCE) સામે તંત્રએ આકરૂ વલણ અપનાવ્યું
- હવે રજીસ્ટ્રેશન નહીં કરનારા કોન્ટ્રાકટરોના સ્થાને અન્યની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
- રજીસ્ટ્રેશનની કામગીરીમાં નહી જોડાનારા હડતાલીયા કોમ્પ્યુટર ઓપરેટરોને હાંકી કાઢી તેમની જગ્યાએ નવા ઓપરોટરોની ભરતી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી