• સરકારે હાલમાં પસાર કરેલા કૃષિબિલ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ચોક ખાતે ધરણાં શરૂ કરાયા હતા
  • ધરણાની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા થોડીવારમાં જ કોંગ્રેસનાં નેતાઓ તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી
  • સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવવા માટે ખરેખર તેમના બતાવેલા રસ્તે ચાલવું જોઈએ – રાજીવ સાતવ


રાજકોટ. કેન્દ્ર સરકારે ખેડૂતો માટે અમલી બનાવેલા કૃષિ બિલને વિપક્ષે કોંગ્રેસે કાળો કાયદો ગણાવી આજે રાજ્યભરમાં ધરણાનું આયોજન કર્યું હતું. જે અંતર્ગત શહેરનાં ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસનાં ધરણા યોજાયા હતા. જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને AICCના સેક્રેટરી રાજીવ સાતવ ખાસ હાજર રહ્યા હતા. આ તકે મિડિયા સાથે કરેલી વાતચીતમાં પ્રભારી રાજીવ સાતવે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ભાઈ(રૂપાણી) અને ભાઉ(પાટીલ)નાં ઝઘડામાં ભાજપ ખતમ થઈ રહી છે.

જાણવા મળતી વિગત મુજબ કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકારે હાલમાં પસાર કરેલા કૃષિબિલ ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ચોક ખાતે ધરણાં શરૂ કરાયા હતા. જેમાં પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને AICCના સેક્રેટરી રાજીવ સાતવ પણ જોડાયા હતા. જો કે ધરણાની મંજૂરી ન હોવાથી પોલીસ દ્વારા થોડીવારમાં જ કોંગ્રેસનાં નેતાઓ તેમજ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

આ તકે રાજીવ સાતવે કહ્યું હતું કે, સરદાર પટેલની જન્મ જયંતિ ઉજવવા માટે ખરેખર તેમના બતાવેલા રસ્તે ચાલવું જોઈએ. તેના બદલે આ ભાજપ સરકાર એકતરફ સરદારની જન્મ જયંતિની ઉજવણી કરે છે. બીજીતરફ ખેડૂતો, બેરોજગારી અને મોંઘવારી વિશે વાત કરવા પણ તૈયાર નથી. તો નીતિન પટેલ અંગે તેમણે કહ્યું હતું કે, ભાઈ અને ભાઉના આ ઝગડામાં કાકા ફસાણા છે. ત્યારે મારી સહાનુભૂતિ તેમની સાથે છે. ભાઈ(રૂપાણી) અને ભાઉ(પાટીલ)નાં ઝઘડામાં ભાજપ ખતમ થઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud