સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી માં 25%ની રાહતના નિર્ણયને લઈને વાલીઓમાં ભારે અસંતોષ
નામદાર હાઇકોર્ટની ટકોર બાદ પણ ખાનગી શાળાઓ ફી નાં ઉઘરાણા કરી રહી છે. અને આવા શિક્ષણ માફિયાઓને છાવરતી હોય તેમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. અને વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરી દેવા અપીલ કરવામાં આવી છે
રાજકોટ. ગુજરાત સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી માં 25%ની રાહત આપવામાં આવી છે. જો કે આ નિર્ણયને લઈને વાલીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. અને 75% રાહતની માંગ કરવામાં આવી રહી છે. ત્યારે સરકાર પોતે શિક્ષણ માફિયાઓ સાથે મળીને વાલીઓને લૂંટતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સેવાદળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ધક્કા બેંકનો બ્લેન્ક ચેક આપી ખોટી નોટો ઉડાવી સૂત્રોચ્ચાર કરાયા હતા. જો કે પોલીસે ટીંગાટોળી કરી વિરોધ પ્રદર્શન કરતા સેવાદળનાં કાર્યકરોની અટકાયત કરી છે.
સેવાદળનાં કાર્યકરો આજે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ધક્કા બેંકનો ચેક બતાવી ખોટી નોટો હવામાં ઉડાવી હતી. બાદમાં કાર્યકરોએ 'ભાજપ તેરી તાનાશાહી નહી ચલેગી નહીં ચલેગી' સહિતનાં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. જેને લઈને પોલીસે 15 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. હાઈકોર્ટની ટકોર બાદ પણ ખાનગી શાળા ફી ઉઘરાવતા વિરોધ કરવામાં આવ્યો હતો.
સેવાદળનાં સ્થાનિક અગ્રણી રણજીત મુંધવાએ આ અંગે જણાવ્યું હતું કે, નામદાર હાઇકોર્ટની ટકોર બાદ પણ ખાનગી શાળાઓ ફી નાં ઉઘરાણા કરી રહી છે. અને આવા શિક્ષણ માફિયાઓને છાવરતી હોય તેમ રાજ્ય સરકાર મુક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે. જેને પગલે કુંભકર્ણ નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે અમારા કાર્યકરો દ્વારા શિક્ષણ માફિયાનાં નામનો ધક્કા બેંકનો ચેક આપી ખોટી નોટો ઉડાવવામાં આવી છે. તેમજ જો સરકાર વાલીઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.
નોંધનીયય છે કે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે. અને વાલીઓને 31 ઓક્ટોબર સુધીમાં ફી ભરી દેવા અપીલ કરવામાં આવી છે. દિવાળી પહેલા શાળાનાં કર્મચારીને પગાર ચૂકવવા માટે આ જરૂરી હોવાનું પણ સંચાલકો જણાવી રહ્યા છે. જો કે 100% શિક્ષણ બંધ હોવાથી માત્ર 25% ફી માફીની વાત વાલીઓને ગળે તો ઉતરતી નથી. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે ઘર્ષણ વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.