રાજકોટ. ચાલુવર્ષે કોરોનાને લઈને નવરાત્રી હોવા છતાં ગરબાનાં આયોજનો રદ્દ કરાયા છે. ત્યારે લોકો વિવિધ રીતે ગરબા રમીને નવલા નોરતાની ઉજવણી કરી રહ્યા છે. તાજેતરમાં શહેરની સમરસ હોસ્ટેલમાં ફરજ પર તૈનાત ડોક્ટર પીપીઈ કીટ પહેરીને જ ગરબે ઘૂમ્યા હતા. ત્યારે હવે સિવિલ કોવિડ હોસ્પિટલનાં સ્ટાફે પીપીઈ કીટ પહેરીને ગરબાની રમઝટ બોલાવી હોવાનો વિડીયો સામે આવ્યો છે.
આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ‘ગોરી રાધાને કાળો કાન’ ગીત પર સ્ટાફ ગરબે ઘૂમી રહ્યો છે. જાણવા મળતી વિગત મુજબ આ સ્ટાફમાં કોવિડ વિભાગનાં જ નર્સિંગ અને સિક્યુરિટી વિભાગનાં લગભગ 15 જેટલા કર્મચારીઓ સામેલ થયા હતા. અને તેઓ થોડો સમય માટે કોરોનાનાં કહેરને ભૂલી હળવા મૂડમાં ગરબે ઘૂમ્યા હતા. જો કે આ તકે પણ કોરોનાને દૂર રાખવા માટે જ પીપીઈ કીટ પહેરીને જ ગરબા લેવામાં આવ્યા હતા.
https://youtu.be/TNuL8ZuKCJs
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજકોટની સમરસ હોસ્ટેલના તબીબ ગૌરવ ગોહિલે પણ પીપીઈ કીટ પહેરી ગરબાનો શોખ પૂરો કરવા માટે થઈ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં દાંડિયા રાસ લીધા હતા. ગૌરવ ગોહિલે ‘મોખે યાદ સજણ કી આઈ’ ગતી પર સિક્સ સ્ટેપ ગરબા લીધા હતા. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. ત્યારે આવો જ વધુ એક વિડીયો સામે આવતા સ્પષ્ટ થાય છે કે, શહેરનાં કોરોના વોરિયર્સ દર્દીઓની સારવારની સાથે નવલા નોરતાની ઉજવણી કરવાનું પણ ચુક્યા નથી.