રાજકોટ. જમીન કૌભાંડના ગુનામાં પકડાયેલા ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઇ બાબૂતરના વધુ એક સાગરીત રાજુ ભરવાડ ઉર્ફે રાજુ ભૂંડિયાને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો છે. હોટલ સંચાલકને જેની પાસેથી ચાર લાખ લેવાના હતા એ રકમ ભૂલી જવા માટે રાજુએ હોટલ સંચાલકને ધમકી આપીને દેણદાર પાસેથી દોઢ લાખ લઇ લીધા હતા. આ પૈકી રોકડા રૂ. એક લાખ પણ પોલીસે કબજે કર્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ, સામાકાંઠે હોટલ ધરાવતા ધવલ મીરાણી પાસેથી ભૂપત ભરવાડ અને તેના ભાગીદારે ધાક ધમકી આપીને ત્રણ વર્ષમાં કટકે કટકે 70 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદ નોંધાઇ હતી. ત્યાર બાદ ભૂપત સામે બેડીના ખેડૂતની જમીન હડપ કરવાનો અલગ ગૂનો નોંધાયો હતો. દરમિયાન હોટલ સંચાલક ધવલ મીરાણીને નિલેશ જોગી પાસેથી ચાર લાખ લેવાના હોવાથી તે ઉઘરાણી કરતા હતા. પરંતુ ભૂપત ભરવાડના સાગરીત રાજુ ભરવાડ ઉપરે રાજેશ સિંધવે નિલેશ જોગીને મળી તારી પાસે હવે કોઇ ઉઘરાણી નહીં કરે તેમ કહી રૂ. 1.50માં હવાલો લીધો હતો.
એટલું જ નહીં આ અંગે ભૂપત ભરવાડ તેમજ અન્ય સાગરીત ગેલા ભરવાડને વાત કરી હતી. આથી ભૂપતે ગેલા ભરવાડના મોબાઇલમાંથી હોટલ સંચાલકને ફોન કરીને નિલેજ જોગી પાસેથી ચાર લાખની ઉઘરાણી ભૂલી જવાનું કહી ગાળો ભાંડીને ધમકી આપી હતી. આ માટે રાજુ ભરવાડે નિલેશ જોગી પાસેથી રૂ. દોઢ લાખ લઇ લીધા હતા. અને એ રકમમાંથી 50 હજાર ગેલા ભરવાડને આપ્યાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલ્યું છે.
હાલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસ આઇ વી.જે.જાડેજાએ રાજુ ભૂંડીયાની ધરપકડ કરી એક લાખ રોકડા અને મોબાઇલ ફોન કબ્જે કર્યો છે. જ્યારે જમીન કૌભાંડમાં રિમાન્ડની મુદ્દત પૂરી થતાં જેલ હવાલે કરાયેલા ભૂપત ભરવાડનો દારૂના ગૂનામાં જેલમાંથી કબજો મેળવવા પોલીસે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.