રાજકોટ. ગત 12 ઓક્ટોબરની રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દારૂથી ભરેલી બોલેરો પકડવા પહોંચી હતી. જોકે પોલીસને જોઈ બાબરાના દરેડ ગામનાં એક બુટલેગર રમેશ રાણાભાઇ ગરૈયાએ બોલેરો ભગાવી હતી. જેને પગલે કોન્સ્ટેબલ સ્નેહ ભાદરકા બોલેરોનાં ઠાઠામાં જ લટકી ગયા હતા. અને 60 કિમી ઠાઠામાં આમથી તેમ ફંગોળાવાને કારણે તેમને નાક પર ગંભીર ઈજાઓ પણ થઈ હતી. પોલીસે આરોપી બુટલેગર રમેશ ગરૈયાને ઝડપી લીધો છે. આ તકે આરોપીએ પોતે સાંભળ્યું ન હોવાને કારણે બોલેરો નહીં રોક્યાનું હાસ્યાસ્પદ કારણ આપ્યું હતું. હાલ પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
[caption id="attachment_6140" align="aligncenter" width="1280"] બુટલેગરને પકડનાર જાંબાઝ પોલીસ કર્મી[/caption]
પોલીસે ઝડપેલી બોલેરોમાંથી બાબરનાં દરેડ ગામનાં રમેશ રાણાભાઇ ગેરૈયાના નામનું આર.સી.બુક, બેંકનું ડેબીટ કાર્ડ, અને લાઇટબલી મળી આવ્યા હતા. જેને પગલે જીપ ચાલક સામે પોલીસમેનની હત્યાનો પ્રયાસ અને પ્રોહિબિશનનો ગૂનો નોંધાયો હતો. આ અંગે ચાલી રહેલી તપાસમાં જીપ રમેશ જ ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
આરોપીએ મધ્યપ્રદેશથી જીપમાં દારૂ લાવ્યાની તેમજ રાજકોટના બુટલેગરને માલ સપ્લાય કરવાની કબૂલાત આપતા વિશેષ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં રમેશ અગાઉ બાબરા, કોટડાસાંગાણી અને વિંછીયા પોલીસ મથકમાં પશુ સરંક્ષણ અધિનિયમ હેઠળ 3 ગૂના અને સુરતના કામરેજ ખાતે બોગસ દસ્તાવેજના ગુનામાં પકડાઇ ચૂક્યો છે.