• કોરોનાનાને લઈને ચાલુ વર્ષે આ આયોજન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો
  • દિવાળી પર્વમાં વિશેષ કરીને સામાજિક અંતર જાળવે તે કોરોના સામેની લડાઇ માટે ખૂબ જરૂરી છે – ઉદય કાનગડ, ચેરમેન – સ્ટેન્ડિંગ કમિટી
  • આકર્ષણરૂપ બે દાયકાથી યોજાતી જાહેર આતશબાજી વગેરે કાર્યક્રમો રદ કરાયા
  • દીપાવલી પર્વ પર ચાઈનીઝ તુકકલના ઉત્પાદન, વેંચવા અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો

રાજકોટ. રેસકોર્સ ખાતે લોકોના મનોરંજન માટે કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ કરોડોનાં ખર્ચે દિવાળી કાર્નિવલ તેમજ આતશબાજી સહિતનાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, પરંતુ હાલ કોરોનાનાને લઈને ચાલુ વર્ષે આ આયોજન રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. તો બીજીતરફ પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દિવાળીનાં તહેવારો દરમિયાન રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડનાં જણાવ્યા મુજબ, હાલ દૈનિક કોરોનાનાં 50 જેટલા કેસો નોંધાઇ રહ્યા છે. તેમજ 5 જેટલા મોત થઈ રહ્યા છે. ત્યારે દિવાળી પર્વમાં વિશેષ કરીને સામાજિક અંતર જાળવે તે કોરોના સામેની લડાઇ માટે ખૂબ જરૂરી છે. જેને લઈને દિવાળી કાર્નિવલ જાહેર રંગોળી સ્પર્ધા તથા બાળકોમાં ભારે આકર્ષણરૂપ બે દાયકાથી યોજાતી જાહેર આતશબાજી વગેરે કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજીતરફ તહેવારો દરમિયાન કોરોના મહામારી પર કાબૂ જાળવી રાખવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પરના અંકુશ માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં રાત્રે 10થી સવારના 6 વાગ્યા સુધી ફોડવા પર મનાઈ ફરમવાઈ છે. સાથે જ દીપાવલી પર્વ પર ચાઈનીઝ તુકકલના ઉત્પાદન, વેંચવા અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ જાહેર રસ્તાઓ ફૂટપાથ ઉપરાંત કોર્ટ કચેરી સહિત હોસ્પિટલનાં 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud